શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Monday 31 December 2018

નાતાલ પર્વની ઉજવણી (શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ )

તારીખ 30/12/2018ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ ખાતે સાયં કાલે  છાત્રાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા  ઈસુના જન્મ દિવસ નિમિત્તે સાંતાક્લોઝ અને મહેમાનશ્રીઓના હસ્તે કેક કાપી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે  શ્રી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,કેમ્પસ કો.ઓર્ડીનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કલ્પેશભાઈ રાવ ,શ્રી નારણભાઈ ઢગલ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની , શ્રી જીગ્નાબેન શિયાળ , શ્રી દક્ષાબેન શિયાળ તથા સંઘવી સ્કૂલના આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા , શ્રી દીપિકાબેન મહેતા , શ્રી ભારતીબેન બાંભણિયા , શ્રી જીગ્નાબેન રાઠોડ તથા ધોરણ  6 થી 8 નો સંઘવી સ્કૂલનો સ્ટાફ તથા ગૃહ ભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા ,શ્રી ભરતભાઈ વેગળ, ગૃહ ભગિની જાનકીબેન પુરોહીત , શ્રી અંકિતાબેન પુરોહિત હાજર રહ્યા હતા. નાતાલ પર્વનું મુખ્ય પાત્ર સાન્તાક્લોઝ શ્રી ક્રિષ્નાબેન ને મળ્યું હતું અને તેમના દ્વારા ધોરણ- 5 થી 7ના  બાળકોને નવા વર્ષની ઉજવણી રૂપે ભેટ-સોગાદો  આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મહેમાનશ્રી ઓના હસ્તે સહભાગી બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા મેદાનમાં ફટાકડાની ફોડી રોશની કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ વેગળ દ્વારા કરવામાં આવ્યું હતું . 


Saturday 29 December 2018

પોસ્ટ કાર્ડ પર ચિત્ર સ્પર્ધા (એક અનોખી ચિત્ર સ્પર્ધા) ( શ્રીમતી ગીતાબેન કે.મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા , જાફરાબાદ )

તારીખ:29/12/2018 ના રોજ  શ્રીમતી ગીતાબેન કે.મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા, જાફરાબાદ.જીલ્લો: અમરેલી ખાતે એક અનોખી ચિત્ર સ્પર્ધા  ધોરણ 6 થી 8ના બાળકો વચ્ચે યોજવામાં આવી હતી.જેમાં આજના ડિજીટલ યુગમાં એક પોસ્ટ કાર્ડની કિમત થતી નથી પરંતુ  આ પોસ્ટ કાર્ડનો ઉપયોગ સર્જનાત્મક હેતુથી કરવામાં આવે એટલે બાળકો દ્વારા પોસ્ટ કાર્ડ પર  ચિત્ર દોરવામાં આવે તો તેનું મહત્વ બહુ જ વધી જાય તે હેતુ થી પોસ્ટ કાર્ડ પર મનગમતા ચિત્રો દોરવાની ચિત્રસ્પર્ધા યોજવામાં આવી  હતી.....




NATIONAL MATHS DAY - 2018 ....વિડીયો (શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય -જાફરાબાદ )


Thursday 27 December 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-9

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-9"  રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 



જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-9

Tuesday 25 December 2018

શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચ.માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના  ભાગ રૂપે વિવિધ સ્પર્ધાઓ તા : 06/ 10/2018 ના શનિવારના રોજ (QDCકક્ષાની સ્પર્ધાઓ ) શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચ.માધ્યમિક શાળા, જાફરાબાદમાં લેવામાં આવી.જેમાં કુલ 61 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 
  1. ચિત્ર સ્પર્ધામાં કુલ -17 
  2. કાવ્ય લેખનમાં કુલ - 11
  3. વકતૃત્વ સ્પર્ધામાં કુલ -11 
  4. નિબંધ સ્પર્ધામાં કુલ -22 
ઉપરોક્ત સ્પર્ધમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ SVS કક્ષાએ રાજુલા મુકામે ગયેલ.
  1. ચિત્ર સ્પર્ધા - સોલંકી અનિતા ભાયાભાઈ
  2. કાવ્ય લેખન - સોલંકી જયશ્રી ભાવેશભાઈ 
  3. વકતૃત્વ સ્પર્ધા -સાંખટ કાજલ જેરામભાઈ 
  4. નિબંધ સ્પર્ધા - રાઠોડ દ્રષ્ટિ હર્ષદભાઈ 
SVS કક્ષાની સ્પર્ધાઓ:  

SVS કક્ષાની સ્પર્ધાઓ શ્રી ટી.જે.બી.એસ.કન્યા વિદ્યાલય (ગર્લ્સ હાઈસ્કૂલ)  રાજુલા મુકામે તારીખ :09/10/2018ના રોજ યોજાઈ હતી. જેમાં 
વકતૃત્વ સ્પર્ધામાં સાંખટ કાજલ જેરામભાઈને દ્વિતીય નંબર ઈનામ પેટે 300 રૂપિયા 
નિબંધ સ્પર્ધામાં રાઠોડ દ્રષ્ટિ હર્ષદભાઈને દ્વિતીય નંબર ઈનામ પેટે 300 રૂપિયા 
કાવ્ય લેખનમાં સોલંકી જયશ્રી ભાવેશભાઈને દ્વિતીય નંબર ઈનામ પેટે 300 રૂપિયા 

આ ઉપરોક્ત બધીજ QDC કક્ષાની સ્પર્ધાઓમાં નિર્ણાયક અને માર્ગદર્શક તરીકે શાળાના શિક્ષકો  કાવ્ય લેખનમાં શ્રી જયેશભાઈ પંડયા, ચિત્ર સ્પર્ધામાં શ્રી હરેશભાઈ પુરોહિત તથા નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં શ્રી જયેશભાઈ પંડયા, શ્રી નારણભાઈ ઢગલ અને શ્રી મહેશભાઈ વણકર સહભાગી થયેલ. 








રાષ્ટ્રીય ગણિત દિવસની ન્યૂઝ્પેપરમાં આવેલ પ્રેસમેટર

સંજોગ ન્યૂઝ : અમરેલી  તા : 25/12/2018


સંજોગ ન્યૂઝ : અમરેલી  તા : 27/12/2018

Sunday 23 December 2018

રાષ્ટ્રીય ગણિત દિવસ - ( શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરબાદ )

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરબાદ ખાતે આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા તથા ધોરણ 1 થી 8ના ગણિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના બાળકો અને શિક્ષિકા બહેનો દ્વારા ગણિત વિષયક  ગણિત ગમ્મત , ગણિત કાવ્યો , ગણિત ચાલીસા  , ATM , ગણિત કોયડાઓ , અંકોની રેલ ગાડી , ગાણિતિક રંગોળી , અંકોના પરિવાર , ગંજીફાની રમતો , રામાનુજ નો જાદુઈ ચોરસ , ઈલેક્ટ્રીકલ ગણિત મોડેલ વગેરે  બનાવ્યા હતા  જેનું પ્રદર્શન સેમિનાર હૉલ ખાતે  કેમ્પસ ડાયરેક્ટર શ્રી  ગૌતમભાઈ જોષીના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું સાથે નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ પણ હાજર રહયા હતા અને આ પ્રદર્શન સંસ્થાના કર્મચારી  કૃષ્ણપ્રસાદ જાની , શ્રી કિશોરભાઈ મહેતા , શ્રી  અબ્દુલ રહેમાન , શ્રી ખુશાલભાઈ વઢવાણા ,શ્રી જીતુભાઈ ભટ્ટ, ગૃહભગિની શ્રી જાનકીબેન પુરોહિત અને શ્રી અંકિતાબેન પુરોહિત , ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા તથા શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના દરેક બાળકોએ રસ પૂર્વક નિહાળેલું હતું અને  ગામની અન્ય બીજી શાળાના બાળકોને પણ આ પ્રદર્શન જોવા માટે આવ્યા હતા તેમજ શાળાના જાગૃત વાલીગણે આ પ્રદર્શન નિહાળેલ હતું.  





રાષ્ટ્રીય ગણિત દિવસ ( શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય , જાફરાબાદ )

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય ,જાફરાબાદ ખાતે સુપરવાઇઝર તેમજ ગણિત શિક્ષક શ્રી  જિજ્ઞાબેન શિયાળ અને શ્રી નિધિબેન ઠાકર ના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓએ બનાવેલા ગણિત વિષયક ચાર્ટ અને આકર્ષક નમુનાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શ્રી ઠાકોરદાસ   રામાનંદી , શ્રી અશોકભાઈ પ્રજાપતિ , શ્રી ક્રુષ્ણપ્રસાદ જાની ,ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા, ગૃહ ભગીની શ્રી જાનકીબેન પુરોહિત ,  હોસ્ટેલના બાળકો , ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ હાજર રસપૂર્વક નિહાળેલ હતું. 





રાષ્ટ્રીય ગણિત દિવસ - શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડિયા મિડલ સ્કૂલ જાફરાબાદ ( કૌન બનેગા ગણિતપતિ )

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ ખાતે આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને ગણિત શિક્ષક શ્રી ભવાનગીરી ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ કૌન બનેગા ગણિતપતિ જે એક ગેમ શો રાખવામા આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ  તર્ક થી આ ગેમ રમી આનંદ માણેલો હતો .આ ગેમ શો નિહાળવા શ્રી અશોકભાઈ પ્રજાપતિ,  શ્રી નીતિનભાઈ પંડયા , શ્રી ભીખુભાઈ પટેલ , શ્રીમતી મંજુલાબેન ચૌહાણ , પારૂલબેન ગોસાઈ , રીતુબેન ચુડાસમા અને શાળાના ધોરણ  6 થી  8ના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. આ ગેમ શોના વિજેતા શ્રી યાજ્ઞિકભાઈ થયા હતા તેમને શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડ્યા ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ગેમ શો નું અસરકારક સંચાલન શ્રી રીતુબેન ચુડાસમા એ કરેલું હતું . 








Thursday 20 December 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-8

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-8"  રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 



 જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-8

Wednesday 19 December 2018

નાતાલ પર્વની ઉજવણી ( શ્રીમતી ટી,જી,સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ )

આજ રોજ તારીખ 19/12/2018ના રોજ  શ્રીમતી ટી,જી,સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે ઉપક્રમે પ્રાર્થના કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ની બાલિકાઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો અને નાતાલ પર્વની સમજ આપતા જુદા જુદા બાળકો સ્પીચ આપેલ હતી તથા કાર્યક્રમનો મુખ્ય પાત્ર એટ્લે સાન્તાક્લોઝ  જે  ધોરણ 8 ના વિદ્યાર્થી શ્રી ચિરાગને મળ્યું હતું તેને બાળકોને નવા વર્ષની ખુશી પેટે બાલ મંદિરના બાળકોને પ્રાર્થના કાર્યક્રમમાં ભેટ  આપી હતી અને દરેક વર્ગોમાં જઈ બાળકોને મનોરંજન પૂરું પાડયુ હતું અને બાળકોને ભેટ આપી હતી. અંતમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા,શ્રી દીપિકાબેન મહેતા અને સમગ્ર શાળા પરિવાર સ્ટાફ ગણ દ્વારા બાળકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવેલ હતી.આમ હર્ષોલ્લાસ સાથે નાતાલ પર્વની ઉજવણી કરી હતી   






























Tuesday 18 December 2018

વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા .... (શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડીયા મિડલ સ્કૂલ -જાફરાબાદ )

આજ રોજ તારીખ 18/12/2018ના રોજ શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડીયા મિડલ સ્કૂલ -જાફરાબાદ ખાતે  GHCL તરફથી ચાલતા પ્રોજેકટ અંતર્ગત વિકાસના વર્ગોના બાળકો દ્વારા આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને GHCLના કર્મચારી શ્રીમતી પારૂલબેન ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ બનાવાની સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં કુલ 32 બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાની કળા અને યુક્તિ દ્વારા વિવિધ કલાત્મક કૃતિઓ બનાવી હતી .  કેમ્પસ કો.ઓર્ડિનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડયા એ નિર્ણાયક તરીકે ભૂમિકા  ભજવી નંબર આપવામાં આવ્યા  હતા. શાળાના બાળકોએ પણ કૃતિઓ નિહાળી હતી અને તે સાથે સમગ્ર સ્ટાફ પણ હાજર રહી વિદ્યાર્થીઓને શાબ્દિક પ્રોત્સાહિત કર્યા હતા.