શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Wednesday 18 December 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-49

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-49 રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-49
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-49

ક્રિસમસ ટ્રી - સર્જનાત્મક પ્રવૃત્તિની સ્પર્ધા

તારીખ 17/12/2019 શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા,જાફરાબાદ ખાતે ક્રિસમસ ટ્રી બનાવવાની સર્જનાત્મક પ્રવૃત્તિની સ્પર્ધા યોજવામાં આવી હતી. ધોરણ 2 થી 8 ના બાળકોમાં સર્જનશક્તિનો વિકાસ થાય અને તે પોતાના વિચારો અને આવડતથી નવી જ રીતે ક્રિસમસ ટ્રી બનાવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં કુલ 115 બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જે માટે આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સ્પર્ધાને અંતે બાળકોને 1 થી 3 વિજેતા ક્રમાંક આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે શ્રી વૈશાલીબેન અને શ્રી ધર્મિષ્ઠાબેન રહ્યા હતા. 1 થી 3 ક્રમાંક મેળવેલા વિદ્યાર્થીઓ અને ભાગ લેનાર દરેક બાળકોને આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી,શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા સર્વે ટ્રસ્ટી ગણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 











Tuesday 17 December 2019

શ્રીમતી હીરાલક્ષ્મી જશવંતરાય પ્રેમજી વોરા સંસ્કાર કેન્દ્ર બાલમંદિર તથા મુળજી રાઘવજી બાલક્રીડાંગણ નું ઉદ્ઘાટન


શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ 1926 જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય જનોને શૈક્ષણિક અને વૈદકીય સેવાઓ આપી રહ્યું છે તેના વિકાસકીય સોપાન તરીકે શ્રીમતી હીરાલક્ષ્મી જશવંતરાય પ્રેમજી વોરા સંસ્કાર કેન્દ્ર બાલમંદિર તથા મુળજી રાઘવજી બાલક્રીડાંગણ નું ઉદ્ઘાટન શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા ના વરદ હસ્તે તારીખ 12.12.2019 ના રોજ કરવામાં આવે આ વિભાગોનું દાન શ્રી જશવંતરાય પ્રેમજી વોરા તથા શ્રી મુજી રાઘવજી ટ્રસ્ટ તરફથી અમૂલ્ય દાન મળેલ છે આ પ્રસંગે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ના ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ મોદી,માનદમંત્રી શ્રી યોગેશભાઈ ગોરડીયા,સુરેશભાઇ મોદી, જ્યોતિબેન શેઠના,રાજેશભાઈ ગોરડીયા,હેમંતભાઈ સંઘવી તેમજ ખાસ મહેમાન તરીકે હિનાબેન વોરા,બલદેવભાઇ માખીજા,જગદીશભાઈ પટેલ ,મુંબઈ ખાતેના મેનેજર શ્રી મમતાબેન જાની તેમજ જાફરાબાદ કપોળ જ્ઞાતિના શ્રી સુરેશભાઈ મહેતા,હર્ષદભાઈ ગોરડીયા તેમજ તેમની સાથે અન્ય ક્પોળ ભાઈઓ હાજર હતા તેઓ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારોનું તથા ટ્રસ્ટીઓનું સન્માન કરેલ અને તેમની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરેલ જાફરાબાદ ની તમામ જનતાને જ્ઞાનયજ્ઞ સેવા આપવા પ્રોત્સાહન આપવા અપીલ કરેલ આ ઉપરાંત આ પ્રસંગે ગામના વિવિધ જ્ઞાતિઓના આગેવાનો તથા લોકોએ પણ સારી એવી સંખ્યામાં હાજરી આપી હતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી બાલકૃષ્ણ સોલંકી તથા શ્રી અબ્દુલ હમીદ રાઠોડ પોતાના વ્યક્તિગત જીવનના વિકાસમાં આ ટ્રસ્ટ સંકુલ નું મોટું યોગદાન છે તે બતાવી અંત્યંત આભારની લાગણી વ્યક્ત કરેલ ટ્રસ્ટના સંચાલન નીચે ચાલતી ચાર શાળાઓના નિયામકશ્રી,આચાર્યશ્રીઓએ શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પ્રમુખશ્રી કિરીટભાઈ મહેતા તથા શ્રી માનદમંત્રી શ્રી યોગેશભાઈ ગોરડીયા ટ્રસ્ટ વિશે દાતાઓ વિશે માહિતી આપેલ તેઓ પણ જાફરાબાદ શાળાના વિદ્યાર્થીઓ હતા અને શાળાનો તેમના જીવનમાં અમુલ્ય ફાળો છે તે વાત કરી હતી પ્રજાજનોને આ શૈક્ષણિક પ્રવૃતિઓમાં સક્રીય ભાગ લેવા તથા અત્યંત ઉપયોગી પ્રવૃત્તિને સહયોગ આપવા અપીલ કરેલ.









Wednesday 4 December 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-48

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-48 રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-48
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-48