શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Thursday 31 January 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-14

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-14" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 



જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-14

Sunday 27 January 2019

પ્રજાસત્તાક પર્વ ઉજવણીની વર્તમાનપત્રોમાં તસવીર ................................................

અમરેલી એક્સપ્રેસ , તા : 01/02/2019


લોકસંસાર ન્યૂઝ ભાવનગર , તા : 29/01/2019
સંજોગ ન્યૂઝ અમરેલી  , તા : 30/01/2019

Saturday 26 January 2019

70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ......શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા , શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલય , શ્રી પ્ર.પૂ,પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ અને શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 70માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહસભર ઉજવણી થયેલ. જેમાં કેમ્પસની  શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા અને શ્રી પ્ર.પૂ,પ્રે ડાંડિયા મિડલ સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.ધોરણ -12ની બોર્ડની માર્ચ : 2018ની સામાન્ય  પ્રવાહની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ આવનાર શ્રી કાજલબેન છનાભાઈ શિયાળના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ બાળકોને ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવેલ. કેમ્પસના નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, કેમ્પસની તમામ શાળાના આચાર્યશ્રીઓ,સારસ્વત ગણ અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન શેખ અલ્વિનાબેનના માર્ગદર્શન હેઠળ ચૌહાણ કેવલ અને વાઘેલા ક્રિશ દ્વારા થયેલ. અંતમાં આભારવિધિ શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળાના  આચાર્ય શ્રી હરેશભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી હતી. 








26 જાન્યુઆરી ,પ્રજાસત્તાક દિન










Thursday 24 January 2019

સફળતાના દસ સૂત્રો





  1. તમે આજે જે કામ કરી શકતા હો તેને ક્યારેય કાલ પર મુલત્વી રાખશો નહીં . 
  2. તમે જાતે જે કામ કરી શકતા હો તે ક્યારેય બીજાને સોપતા નહીં - બીજા પર ઠેલશો નહીં. 
  3. તમે જેટલું કમાયા હોય તેનાથી વધુ ખર્ચ કરશો નહીં.
  4. ખરેખર જેની અત્યંત જરૂર ન હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહીં પછી ભલે તે સસ્તામાં મળતી હોય.
  5. ગુસ્સો આવે ત્યારે કાંઈ પણ બોલતાં પહેલા મનમાં દસ ગણી કાઢજો, ગુસ્સો બહુ  ભારે  હોય તો પૂરા સો ગણી નાખજો. 
  6. ભૂખ અને તરસ કરતાં આત્મસંતોષને વધુ મહત્વ આપજો. 
  7. કોઈ પણ કામ હાથમાં લો તો તે ખૂબ સાંભળીને હાથમાં લેજો સમય,શક્તિ અને તમારી આવડતનો પૂરો ક્યાસ કાઢીને લેજો. 
  8. કોઈ પણ કામ કેટલી ઝડપે પૂરું થાય છે તેના કરતાં કેવી રીતે પૂરું થાય છે એને વધારે અગત્યનું માનજો.ક્વોન્ટીટીને બદલે ક્વોલિટીને વધારે મહત્વ આપજો. 
  9. કોઈ પણ કામ કરો તે સ્વેચ્છાએ ઉત્સાહથી કરજો તેમ કરવાથી તમને કામમાં રસ પડશે ,તમારું કામ  દીપી ઉઠશે. 
  10. તમારું કામ કરનારની કદર કરતાં શીખશો તો તમારા કામની કદર થશે. આમ છતાં સિદ્ધાંત એ રાખજો કે બીજાના સારા કામની કદર કરવી,પોતાના કામની કદર થાય તેના કરતાં પોતાના કામનો પોતાને સંતોષ થાય તેને વધુ મહત્વ આપજો.   

                                                                                            -    અશોક બી.પ્રજાપતિ 


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-13

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-13"  રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-13


Wednesday 23 January 2019

વીસમી વખત શા માટે ?


વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધા -- GHCL ફાઉન્ડેશન વિકાસના વર્ગ તરફથી

તારીખ 22/01/2019ના રોજ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઇ મહેતા ઉચ્ચ.પ્રાથમિક  શાળા જાફરબાદ ખાતે GHCL ફાઉન્ડેશન તરફથી શ્રી રાધિકાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાલતા વિકાસના વર્ગો વિદ્યાર્થીઓ વચ્ચે વેસ્ટ માંથી બેસ્ટ બનવવાનીસ્પર્ધા રાખવામાં આવી હતી જેની એક તસવીર..........




સ્વામી વિવેકાનંદ જયંતી - ક્વિઝ સ્પર્ધા (શ્રી કે.પી.મહેતા.માધ્યમિક વિદ્યાલય )

તારીખ 12/01/2019ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે શ્રી કે.પી.મહેતા.માધ્યમિક વિદ્યાલય,જાફરાબાદ ખાતે સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પર એક ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કુલ 5 ટીમો એ ભાગ લીધો હતો જેમાં ટીમ: B પ્રથમ નંબર અને ટીમ: D દ્વિતીય નંબર મેળવ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધાનું સંચાલન શ્રી સાંખટ ઈન્દુબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને નિર્ણાયક તરીકે શ્રી નિધિબેન ઠાકર અને શ્રી જસ્મિતાબેન બાંભણીયા રહ્યા  હતા જેની એક તસવીર ... 




દ્વિતીય નંબર વિજેતા 

પતંગ બનાવટની સ્પર્ધા - GHCL ફાઉન્ડેશન વિકાસના વર્ગ તરફથી

તારીખ 11/01/2019ના રોજ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી  પ્રાથમિક  શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ પ્રાથમિક શાળા જાફરાબાદ ખાતે શ્રી રાધિકાબેન સોલંકી દ્વારા ચલાવવામાં આવતા વિકાસના વર્ગોના વિદ્યાર્થીઓ દ્વારા પતંગ બનાવટની સ્પર્ધા કરવામાં આવી હતી .જેની એક તસવીર .....





પતંગ બનાવટની સ્પર્ધા....શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય

તારીખ 11/01/2019 ના રોજ શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય ,જાફરાબાદ ખાતે પતંગ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધોરણ 9 અને 10ના બાળકોએ ભાગ લીધો હતો જેની એક તસવીર.
.



પતંગ બનાવટ તથા પતંગ રંગ પુરણી અને પેપર આર્ટ સ્પર્ધા .......શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઇ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ,જાફરાબાદ

તારીખ 05/01/2019ના રોજ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઇ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 વચ્ચે પતંગ દોરો અને તેમાં રંગ પૂરો સ્પર્ધા તથા ધોરણ 3 અને 4 વચ્ચે પતંગ બનાવટની સ્પર્ધા તથા ધોરણ 5 થી 8 વચ્ચે પેપર આર્ટ એટલે કે કોલાઝ ની સ્પર્ધા યોજવામાં આવી  હતી જેની એક જલક 






Thursday 17 January 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-12

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-12"  રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 



જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-12