શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ
સંચાલિત શ્રી પારેખ અને
મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા , શ્રી
કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલય , શ્રી પ્ર.પૂ,પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ અને શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી
પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળાના સંયુક્ત
ઉપક્રમે 70માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહસભર ઉજવણી થયેલ. જેમાં કેમ્પસની શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક
શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા અને શ્રી પ્ર.પૂ,પ્રે ડાંડિયા મિડલ સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિને લગતા સાંસ્કૃતિક
કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.ધોરણ -12ની બોર્ડની માર્ચ : 2018ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ આવનાર
શ્રી કાજલબેન છનાભાઈ શિયાળના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.સાંસ્કૃતિક
કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ બાળકોને ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવેલ. કેમ્પસના
નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, કેમ્પસની તમામ શાળાના આચાર્યશ્રીઓ,સારસ્વત ગણ અને
વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન શેખ
અલ્વિનાબેનના માર્ગદર્શન હેઠળ ચૌહાણ કેવલ અને વાઘેલા ક્રિશ દ્વારા થયેલ. અંતમાં
આભારવિધિ શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર
માધ્યમિક શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ
પુરોહિત દ્વારા કરવામાં આવી હતી.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Saturday, 26 January 2019
70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ......શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ
< લેબલ >
26 જાન્યુઆરી
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .