શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

શાળા દર્શન

આવી રુડી રે નિશાળ 
(રાગ : સત્તાધાર જાવું ......) 

આવી રુડી રે નિશાળ, 
         તને સમજાવું શું બાળ, 
હાલ,હાલ,હાલ તને હાઈસ્કૂલ બતાવું,
હાલ,હાલ,હાલ તને હાઈસ્કૂલ બતાવું -આવી ....

આ હાઇસ્કૂલમાં સુંદર મકાન છે, 
એને ફરતી રે લાંબી દિવાલ છે, 
એમાં બગીચા ઘણાં,
        એના માળી ઘણાં,
એના ફૂલડાનું કરવું શું મૂલ - આવી.......

આ મુરલી મનોહરનું ધામ છે , 
એતો વાલીને રહેવાનુ સ્થાન છે ,
એમાં સગવડતા અપાર,
    જાણે શાહી આવાસ કહેવાય આવી 

આ ગૃહ વિજ્ઞાનનું મકાન છે 
એમાં રસોઈનું કામ શીખવાય છે
એમાં સીવણ કામ શીખવાય
ભરત ગૂંથણ પણ શીખવાય 
સાથે આરોગ્ય શિક્ષણ અણ મૂલ - આવી 

આ ટેક્નિકલ સ્કૂલનું મકાન છે
એમાં યંત્રનું કામ શીખવાય છે
 એમાં સુથારી શીખવાય 
સાથે લુહારી પણ શીખવાય 
વળી વાયરિંગનું કામ અતિ સુંદર -આવી

આતો પ્રાથમિક શાળાનું મકાન છે 
તેમાં પાયાનું શિક્ષણ અપાય છે 
નાના ભૂલકાઓ ખેલે દે 
સુંદર ટુચકા સૂત્રો બોલે 
જ્ઞાન-ગમ્મત થી ઘાટ ઘડાય છે -આવી

આ મધુરમ નું મોટું મકાન છે 
તેમાં સુંદર વાનગી પીરસાય છે 
તેમાં ભોજનની નવા 
સાથે શ્લોક જ્ઞાનને ગવાય દુહા 
બેઠા સુથારનું અહીં નામોનિશાન આવી 

આ વિદ્યાર્થી ગૃહ ના મકાન છે 
તેમાં સમૂહ શિક્ષણ શીખવાય છે 
એમાં આવા નો નહિ પાર 
એમાં ઉજાસ નો નહિ પાર 
સાથે સ્વચ્છતા અને સુઘડતા શીખવાય છે .આવી 

આ ટાવરનું મકાન છે 
તે પ્રગતિનું સાચું પ્રતીક છે 
તેથી સમય નું જ્ઞાન થાય 
સાથે ભવિષ્યનું હાં થાય
 આપે ઊંચે ઊઠવા નું જ્ઞાન મહાન ....આવી 

આ શાળાનું મુખ્ય મકાન છે 
તેમાં જીવનનું શિક્ષણ અપાય છે 
એમાં સાહિત્ય શીખવાય 
એમાં વાણિજ્ય શીખવાય 
સાથે વિજ્ઞાનનું જ્ઞાન અણમૂલ આવી 


આ પ્રાર્થના મંદિર નો મકાન છે 
એમાં સમૂહમાં પ્રાર્થના કરાય છે
 એમાં સમાચાર અપાય 
સાથે સૂચના પણ અપાય 
વળી વક્તવ્યનું જ્ઞાન અણમૂલ  આવી 


આ પુસ્તકાલય નું ભવ્ય મકાન છે
 એમાં પુસ્તકથી જ્ઞાન અપાય છે 
એમાં પુસ્તકો અપાર 
સાથે સામયિકો અપાર 
પામો જીવનનું ભાથું  અણમૂલ  આવી 


આ વ્યાયામ શાળાનું મકાન છે 
એમાં અખાડાનું પણ ઘણું સ્થાન છે 
એમાં સાધન છે આભાર 
એના કોચીશ પણ અપાર
થાયે શરીરનો બાંધો મજબૂત। ..આવી 


આ કુવાનો ઉત્તમ સ્થાન છે 
એનું સિંચનનું કામ મહાન છે 
એથી કેમ્પસ રૂડું રૂડું 
લાગે લીલું લીલું 
ભલુ થવાનું ધામ આવી 

આ વિજ્ઞાન વિભાગ નું મકાન છે 
એમાં વિજ્ઞાનનું કામ શીખવાય છે 
એમાં પ્રદાર્થ શીખવાય 
એમાં રસાયણ શીખવાય 
લઘુ ઉદ્યોગ નું કામ અણમોલ આવી 


આ છાત્રાલયનું વિશાળ મકાન છે 
એમાં જીવનનું શિક્ષણ અપાય છે 
એમાં ગીતા જ્ઞાન અપાય 
એમાં માળી કામ અપાય 
સાચા સંસ્કાર નું ઘડતર મહામૂલ આવી 


આ છાત્રાલયનું મકાન છે
એમાં ઈનડોર ગેમ્સ રમાય છે
 એમાં બેડમિન્ટન રમાય 
ટેબલ ટેનિસ પણ રમાય 
એ લોકોને રહો મશગુલ 
ખેલો કુતરો અને રહો મસ્ કુલ આવી 


આ કેમ્પસમાં હવે મેદાન છે 
તેમાં પેઢીના દાવ શીખવાય છે 
એમાં હોતું રમાય 
એમાં લાકડી પણ રામાયણ 
સાથે ખો-ખો ક્રિકેટ નીકળી છૂટ...... આવી




No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .