શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Wednesday 28 August 2019

"જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-38"

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-38" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-38
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-38


Wednesday 21 August 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-37

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-37" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-37

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-37



Sunday 18 August 2019

15 ઓગસ્ટ- સ્વતંત્રતા દિવસની ઊજવણી .....


શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત પારેખ મહેતા હાઈસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા,શ્રી કે.પી મહેતા માધ્યમિક વિદ્યાલય, શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ,શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંકુલમાં જિલ્લા રમતગમત કચેરી ના સહયોગથી રાષ્ટ્રના 73 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહસભર ઉજવણી થયેલ.જેમાં  પારેખ મહેતા હાઈસ્કુલકે પી મહેતા વિદ્યાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ હતો.પારેખ મહેતા હાઇસ્કૂલના આચાર્યશ્રી વિમલભાઈ બી.અગ્રાવતના શાબ્દિક સ્વાગત થી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલના આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી તમામ બાળકો તથા ગત વર્ષમાં  દરેક શાળાના ધોરણ 1 થી 12 માં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી કલ્પેશભાઈ રાવના માર્ગદર્શન હેઠળ સૈયદ સુઝાન અને ચુડાસમા સ્નેહલ દ્વારા થયેલ.કેમ્પસની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, સારસ્વત ગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આભારવિધિ સંસ્થાના નિયામકશ્રી ઠાકોરદાસ રામાનંદી સાહેબે કર્યું. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રાલય દ્વારા સંચાલિત જિલ્લા રમત ગમત કચેરી ના સહયોગથી યોજાયો હતો.










Wednesday 14 August 2019

" જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-36 "

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-36" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-36
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-36





Thursday 8 August 2019

જિલ્લા કક્ષાનો રમતોત્સવ

     જિલ્લા કક્ષાનો રમતોત્સવ ક્રાંકચ મુકામે યોજાયો  હતો જેમાં પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા ની બહેનોની કબડ્ડી ની ટીમ  જિલ્લામાં દ્વિતીય આવી હતી. જેમાંથી ટીમની 3 બહેનોની રાજ્યકક્ષાએ પસંદગી પામેલ છે તે હવે અમરેલી જિલ્લા  વતી  કબડ્ડી રમશે 
  1. વાઘેલા કાજલબેન ભીમજીભાઈ - 12 બી 
  2. સાંખટ વનીતાબેન કનુભાઈ - 12 બી 
  3. વાઘેલા વનીતાબેન કનુભાઈ -11 બી 
જિલ્લામાં શાળાની બહેનોની કબડ્ડીની ટીમ દ્વિતીય આવી શાળાના ગૌરવમાં વધારો કર્યો તથા  શાળાની 3 બહેનો રાજ્યકક્ષાએ રમવા પસંદગી પામી તે બદલ શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી પંકજભાઈ ઝણકાટ  અને દરેક બહેનોને આચાર્ય શ્રી વિમલભાઈ અગ્રાવત ,સ્થાનિક સંચાલકો શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ  પ્રમુખ અને મંડળના ટ્રસ્ટીઓએ ખુબ ખુબ આભિનંદન પાઠવેલ હતા અને રાજ્ય કક્ષાએ પણ સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  



Wednesday 7 August 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-35

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-35" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-35
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-35




Sunday 4 August 2019

લીફ આર્ટ સ્પર્ધા ..............શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચતર પ્રાથમિક શાળા જાફરાબાદ

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ,જાફરાબાદ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચતર પ્રાથમિક શાળા જાફરાબાદ ખાતે  તારીખ 03/08/2019 ના રોજ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ વચ્ચે " લિફ આર્ટ " ( વૃક્ષના પાન પર કળા)  સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં કુલ 52 બાળકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને તેમની વિચાર અને કલ્પના શક્તિ મુજબ વિવિધ  પ્રકારના વૃક્ષના પાનનો ઉપયોગ કરી પક્ષી , કાચબો, ગણપતિ , ડિઝાઈન વગેરે કલાત્મક નમૂનાઓ બનાવ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન કરવામાં શાળાના આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી કુંદનબેન બારૈયા હતા. સ્પર્ધાને અંતે વિજેતા ક્રમ નક્કી કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમે : સોલંકી જીજ્ઞેશ,શિયાળ વંશીકા, શિયાળ કૃપાલી,પઠાણ ઈદ્રિશખાન,  દ્વિતીય ક્રમે : પરમાર હેતવી,ગૌસ્વામી ઓમ,બાંંભણિયા વૈશાલી,  તૃતીય ક્રમે  : સોરઠીયા હુમેરા,ભાલિયા ઋશિકેષ,જાડેજા કોનેન વિજેતા થયા હતા. આ સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં કરવા બદલ  અને વિજેતાઓને નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી,શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના ટ્રસ્ટી મંડળે ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.











Friday 2 August 2019

ગુજરાતી વ્યાકરણ

ગણિતના સૂત્રો ધોરણ 6 થી 8

વૃક્ષારોપણ કાર્યક્રમ

શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ   -   "એક બાળ - એક ઝાડ"