શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત પારેખ મહેતા હાઈસ્કુલ તથા શ્રી
એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર
માધ્યમિક શાળા,શ્રી કે.પી મહેતા માધ્યમિક વિદ્યાલય, શ્રી
પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ,શ્રીમતી ટી.જી.સંઘવી અને
જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળાના
સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંકુલમાં જિલ્લા રમતગમત કચેરી ના સહયોગથી રાષ્ટ્રના 73 માં સ્વાતંત્ર્ય
પર્વની ઉત્સાહસભર ઉજવણી થયેલ.જેમાં પારેખ મહેતા હાઈસ્કુલ, કે પી મહેતા વિદ્યાલયના બાળકો દ્વારા
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ હતો.પારેખ મહેતા હાઇસ્કૂલના આચાર્યશ્રી વિમલભાઈ બી.અગ્રાવતના શાબ્દિક સ્વાગત થી
કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલના આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયાના વરદ
હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી તમામ બાળકો તથા ગત વર્ષમાં
દરેક શાળાના ધોરણ 1 થી 12 માં પ્રથમ અને દ્વિતીય
આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી
કલ્પેશભાઈ રાવના માર્ગદર્શન હેઠળ સૈયદ સુઝાન અને ચુડાસમા સ્નેહલ દ્વારા થયેલ.કેમ્પસની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, સારસ્વત
ગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આભારવિધિ સંસ્થાના નિયામકશ્રી
ઠાકોરદાસ રામાનંદી સાહેબે કર્યું. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ યુવક સેવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિ મંત્રાલય દ્વારા સંચાલિત જિલ્લા રમત ગમત કચેરી ના સહયોગથી યોજાયો હતો.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Sunday, 18 August 2019
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .