શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday 30 September 2018

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત- GKIQ ટેસ્ટ - ૨૦૧૮

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત- GKIQ ટેસ્ટ -2018 જે તારીખ 30/09/2018 ના રોજ પારેખ મહેતા હાઈસ્કૂલ- જાફરાબાદ  કેન્દ્ર ખાતે લેવાઈ હતી જેમાં સંસ્થા સંચાલિત  પારેખ મહેતા હાઈસ્કૂલ , કે.પી માધ્યમિક વિદ્યાલય , ડાંડિયા મિડલ સ્કૂલ  અને ટી.જી.સંઘવી સ્કૂલના એમ ચાર સ્કૂલના કુલ 331 બાળકોએ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો. જેમાં આ ટેસ્ટ માટેના કેન્દ્ર સંચાલક તરીકે  પારેખ મહેતા સ્કૂલના શ્રી નારણભાઈ ઢગલ સાહેબે ભૂમિકા ભજવી હતી તથા પારેખ મહેતા હાઈસ્કૂલના શ્રી કલ્પેશભાઈ રાવ , શ્રીમતી ગીતાંજલીબેન રામાનંદી , શ્રી નાજાભાઈ છેલાણા અને (કડિયાળી મુકામે વ્યવસ્થાપક) તરીકે શ્રી સંજયભાઈ શિયાળ,ડાંડિયા મિડલ સ્કૂલ તરફથી આચાર્ય શ્રી  નીતિનભાઈ પંડયા તથા કે.પી.માધ્યમિક વિદ્યાલય તરફથી શ્રી જિજ્ઞાબેન શિયાળ,શ્રી પ્રિયંકાબેન વ્યાસ અને શ્રી રીનાબેન બાંભણીયા જ્યારે ટી.જી.સંઘવી સ્કૂલ  તરફથી આચાર્ય શ્રી ચાંદનીબેન કોટેચા , શ્રી દીપિકાબેન મહેતા અને શ્રી જિજ્ઞાબેન રાઠોડ આ સમગ્ર સારસ્વતોએ સુપરવાઇઝરની મહત્વની  કામગીરી કરી હતી. જેમાં વહીવટી કામગીરી તરીકે હેડ કલાર્ક  શ્રી ભરતભાઈ જોશી તથા સેવક તરીકેની કામગીરી માટે  શ્રી ભાવેશભાઈ જોશી એ મહત્વનુ યોગદાન આપેલ હતું આ સાથે કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી અને નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી તથા શ્રી અશોકભાઈ પ્રજાપતિનું સતત માર્ગદર્શન અને મહત્વનુ યોગદાન રહ્યું હતું. 































Saturday 29 September 2018

શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ -જાફરાબાદ . ભારતીય સંસ્કૃતિ ની પરીક્ષા

શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ -જાફરાબાદ ખાતે આચાર્ય શ્રી નિતિનભાઈ પંડયા એ  બાળકોમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે અંગે  તા : 29/09/2018 ના રોજ રસ ધરાવતા  23 બાળકોની પરીક્ષા લીધી હતી .



Thursday 27 September 2018

શેઠ ત્રિ.મા.લાયબ્રેરી .શ્રી મોતીભાઈ અમીન એવોર્ડ માટે આવેલ તપાસ કમીટી

શેઠ ત્રિ.મા.લાયબ્રેરી ,જાફરાબાદ 
શ્રી મોતીભાઈ અમીન એવોર્ડ માટે આવેલ તપાસ કમીટી .



Sunday 23 September 2018

કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય - SVS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન -2018 ( રાજુલા )

શ્રી કે.પી. મહેતા માદ્યમિક વિદ્યાલય - SVS  કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન -2018 
( રાજુલા ) શ્રી જસ્મિતાબેન બાંભણીયા અને શ્રી નિધિબેન ઠાકર  ના માર્ગ દર્શન હેઠળ બે કૃતિઓ બનાવમાં આવેલ.








પારેખ મહેતા હાઈસ્કૂલ - SVS ગણિત વિજ્ઞાન પ્રદર્શન -2018 ( રાજુલા )

પારેખ મહેતા હાઈસ્કૂલ 
                       svs કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન -2018 (રાજુલા)
 આચાર્યશ્રી હરેશભાઈ પુરોહિત, શ્રી પંકજભાઈ ઝણકાટ અને શ્રી સેજલબેન મકવાણા એમ બે  શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ બે કૃતિઓ બનાવવામાં આવી હતી . (1) સોલર કુકર (2)મોબાઈલ રેડીએશન 








Thursday 20 September 2018

ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી સ્કૂલ ગણિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન-2018 (નાગેશ્રી)


ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી સ્કૂલ ગણિત  તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન-2018 (નાગેશ્રી) આચાર્યશ્રી ચાંદનીબેન કોટેચા , શ્રી દીપિકાબેન મહેતા અને શ્રી કોમલબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંતર્ગત બેબી ક્યોર અલાર્મ કૃતિ  બાનાવેલી હતી. 


બેબી ક્યોર અલાર્મ