શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday 28 April 2019

પ્રેરણાત્મક લેખ

*શ્રધ્ધા ની કસોટી*

એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા.લગભગ 60 વૃદ્ધોને સાચવે સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય  વૃદ્ધોને કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે મુનિમે આવીને કહ્યું ' આપણી સ્થિતી ભયંકર ખરાબ છે  આજ ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.'સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા.    છતાંય આજે આ પરિસ્થિતિ.. સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો  સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર પણ નહીં.બાજી હરિને હાથ... તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ' આજે એક થાળી વધારે રાખજો.'મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું અનાજ નથી અને એક થાળી વધારે  !!! સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો વાલો ભૂખ્યા નહીં રાખે.જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી. એવામાં ફોનની ઘંટડી રણકી. ' સંત વૃદ્ધાશ્રમ હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ 65 માણસની રસોઈ તૈયાર છે.તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ, સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા 25000 પણ આપવા ઇચ્છુક છે.'સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું.થોડી વારમાં રસોઈ આવી ગઈ.  કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં. મુનિમને રુપિયા 25000 નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો.બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ' વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવેલ ? સંતે સુંદર જવાબ આપ્યો ' એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા શામળિયાની. મેં આજે કહી દીધેલ જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા અમારી સાથે તારે પણ ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા.'

ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે....

Thursday 25 April 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-25

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-25" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-25

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-25


Sunday 21 April 2019

વર્તમાનપત્રોમાં તસવીર ચિત્ર વર્કશોપ.....

સંજોગ ન્યૂઝ  તા : 22/04/2019

અમરેલી એક્સપ્રેસ તા : 21/04/2019

 ફૂલછાબ રાજકોટ ન્યૂઝ પેપર તા : 21/04/2019



Saturday 20 April 2019

ચિત્ર વર્કશોપ.........(શ્રી જે.જે.કોલેજ ઓફ આર્ટ,મુંબઈ- હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ શ્રી અનંતભાઈ નિકમ તથા તેમના પત્ની શિલ્પાબેન મહેતા નિકમ)

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત શાળાઓના સંયુક્ત ઉપક્રમે તા:17/04/2019ના રોજ એક દિવસીય ચિત્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ઉપક્રમે મુંબઈની ખ્યાતનામ આર્ટ કોલેજ શ્રી જે.જે.કોલેજ ઓફ આર્ટના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ શ્રી અનંતભાઈ નિકમ તથા તેમના પત્ની શિલ્પાબેન મહેતા નિકમ અધ્યક્ષ સ્થાને હતા. શિલ્પાબેન મહેતા નિકમ જાફરાબાદના પ્રતિષ્ઠીત શ્રેષ્ઠી શ્રી છગનલાલ મહેતાના પૌત્રી હોઈ આ વર્કશોપ શક્ય બન્યો હતો. સંસ્થાના શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શાળાના આચાર્યોની મદદથી ઉચ્ચ.પ્રાથમિક શાળાના કુલ 92 તથા માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાના 172 વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 264 વિદ્યાર્થીઓ આ એક દિવસીય ચિત્ર વર્કશોપમાં જોડાયા હતા.જેમાં વિદ્યાર્થીઓને ચિત્ર કેવી રીતે તૈયાર કરવું અને દિવાલ પર ચિત્રકામ કેવી રીતે કરવું તે અંગેનું ઊંડાણપૂર્વકનું સચોટ માર્ગદર્શન તથા ચિત્ર દોરી તેનું જીવંત નિદર્શન આ ચિત્રકાર નિકમ દંપતી એ આપેલું હતું અને વિદ્યાર્થીઓને ચિત્ર કળા તરફ આગળ વધે તે અંગે જાગૃત કર્યા હતા. આ સુંદર વર્કશોપના કરવા બદલ નિકમ દંપતીનો સંસ્થાના મુંબઈ નિવાસી હોદ્દેદારો,કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી ,નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા સમગ્ર શાળાના આચાર્યશ્રીઓએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.






Thursday 18 April 2019

" જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-24 "

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-24" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-24
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-24



Monday 15 April 2019

વર્તમાનપત્રોમાં તસવીર - વર્ષાન્ત પર્વ - શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ

સંજોગ ન્યૂઝ અમરેલી તા: 14/04/2019

લોકસંસાર ન્યૂઝ તા: 14/04/2019


અમરેલી એક્સપ્રેસ તા: 16/04/2019

Friday 12 April 2019

માનનીય ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા શેઠ શ્રી ત્રિ.મા.લાઈબ્રેરીની મુલાકાત






વાષિઁક દિન (ધોરણ ૬ થી ૮ ) તેમજ દિક્ષાંત પર્વ (ધોરણ ૮) - શ્રી પ્રભુદાસ પૂંજાભાઈ પ્રેમજી ડાંડિયા મિડલ સ્કૂલ


શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરબાદ સંચાલિત શ્રી પ્રભુદાસ પૂંજાભાઈ પ્રેમજી ડાંડિયા મિડલ સ્કૂલ ખાતે તા:30/03/2019ના રોજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓનો વાષિઁક દિન તેમજ દિક્ષાંત પર્વ યોજવામાં આવેલ હતો. આ પર્વ  જા.કે.ઉ.મંડળના નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી સાહેબના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ.શાળાના આચાર્ય શ્રી નીતિનભાઈ પંડ્યાએ શાળાની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરેલ.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર તેમજ ઈનામોનું વિતરણ કરવામાં આવેલ અને આ  કાર્યક્રમમાં S.M.C.ના સભ્ય અને Street News Gujarat Reporter શ્રી એચ. એમ.ધોરી  હાજર રહેલ અને તેમના દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ અને વિધાર્થીઓના ઉજ્જવળ  ભવિષ્ય માટે સોનેરી સંબોધન કરેલ આ શાળાની વિધાર્થીની રાઠોડ રૂપાલીબેન ભીખાભાઈએ વિચાર વલોણું પરિવાર ફાઉન્ડેશન અમદાવાદ તરફથી વાર્તાલેખન હરીફાઈમાં ભાગ લઈને ઉત્તમ વાર્તા લખવા બદલ રૂપિયા ૧૦૦૦ નું રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર પ્રમાણપત્ર મેળવેલ જે નિયામક શ્રી રામાનંદી સાહેબ તેમજ શાળાના મેનેજમેન્ટ કમિટીના સભ્ય શ્રીએચ.એમ.ધોરી ના વરદહસ્તે આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી દર્શાવી સ્મૃતિ ભેટ શાળાને અર્પણ કરેલ.આ કાર્યક્રમમાં વહીવટી કર્મચારી કે.એમ.જાની, ગોસાઈ ભવાનગીરી,પટેલ ભીખુભાઈ,ચૌહાણ મંજુલાબેન શિક્ષકો હાજર રહેલ.બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ સમગ્ર કાર્યક્રમ સંચાલન રીતુબેન ચુડાસમાએ કરેલ.આ કાર્યક્રમ ખૂબ આનંદમય રીતે  ઉજવાયો હતો.



















શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ વર્ષાન્ત પર્વ -2019

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત શ્રી  કુમાર એવમ કન્યા છાત્રાલય ખાતે  તા:11/04/2019ની સાયં કાળે 6 :00 કલાકે સંસ્થાના પ્રટાગણમાં છાત્રાલયના બાળકો દ્વારા વર્ષાન્ત પર્વની ઉજવણી કરવામાં આવી. જે અન્વયે છાત્રાલયના કુમાર અને કન્યાઓ દ્વારા  ડાન્સ, યોગ કવાયત  અને ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.વર્ષ દરમિયાનની છાત્રાલયની સંસદમાં નેતૃત્વ પુરુ પાડનાર દરેક વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્રો  આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પર્વમાં કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોષી, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની , શ્રી કિશોરભાઈ મહેતા,શ્રી જીતુભાઈ ભટ્ટ તથા મુખ્ય ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોત્રા અને ભરતભાઈ વેગળ અને મુખ્ય ગૃહ ભગિની શ્રી જાનકીબેન પુરોહિત તથા શ્રી અંકિતાબેન પુરોહિત ની ઉપસ્થિતી રહી હતી.નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિએ બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવાનો શુભ સંદેશ તથા શુભકામનાઓ પાઠવેલ હતી કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ વેગડના માર્ગદર્શન હેઠળ કુમાર પિયુષ કવાડ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ શ્રી હરેશભાઈ કળોત્રા દ્વારા કરવામાં આવી હતી અને અંતે આઇસ્ક્રીમનો શીત સ્વાદ લઈ છૂટા પડયા.