શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરબાદ સંચાલિત
શ્રી પ્રભુદાસ પૂંજાભાઈ પ્રેમજી ડાંડિયા મિડલ સ્કૂલ ખાતે તા:30/03/2019ના રોજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓનો વાષિઁક દિન તેમજ દિક્ષાંત પર્વ યોજવામાં આવેલ હતો. આ પર્વ જા.કે.ઉ.મંડળના નિયામક શ્રી ઠાકોરદાસ
રામાનંદી સાહેબના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ.શાળાના આચાર્ય શ્રી નીતિનભાઈ
પંડ્યાએ શાળાની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરેલ.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ
પ્રમાણપત્ર તેમજ ઈનામોનું વિતરણ કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં S.M.C.ના સભ્ય અને Street News Gujarat Reporter શ્રી એચ. એમ.ધોરી હાજર રહેલ અને તેમના દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ
અને વિધાર્થીઓના ઉજ્જવળ
ભવિષ્ય માટે
સોનેરી સંબોધન કરેલ આ શાળાની વિધાર્થીની રાઠોડ રૂપાલીબેન ભીખાભાઈએ વિચાર વલોણું
પરિવાર ફાઉન્ડેશન અમદાવાદ તરફથી વાર્તાલેખન હરીફાઈમાં ભાગ લઈને ઉત્તમ વાર્તા લખવા
બદલ રૂપિયા ૧૦૦૦ નું રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર પ્રમાણપત્ર મેળવેલ જે નિયામક શ્રી રામાનંદી સાહેબ તેમજ શાળાના
મેનેજમેન્ટ કમિટીના સભ્ય શ્રીએચ.એમ.ધોરી ના વરદહસ્તે આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી દર્શાવી સ્મૃતિ ભેટ શાળાને અર્પણ કરેલ.આ કાર્યક્રમમાં
વહીવટી કર્મચારી કે.એમ.જાની, ગોસાઈ ભવાનગીરી,પટેલ ભીખુભાઈ,ચૌહાણ મંજુલાબેન શિક્ષકો હાજર રહેલ.બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ સમગ્ર કાર્યક્રમ સંચાલન
રીતુબેન ચુડાસમાએ કરેલ.આ કાર્યક્રમ ખૂબ આનંદમય રીતે ઉજવાયો હતો.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Friday, 12 April 2019
વાષિઁક દિન (ધોરણ ૬ થી ૮ ) તેમજ દિક્ષાંત પર્વ (ધોરણ ૮) - શ્રી પ્રભુદાસ પૂંજાભાઈ પ્રેમજી ડાંડિયા મિડલ સ્કૂલ
< લેબલ >
મિડલ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .