મિકેનિકલ ઇજનેરો નવાઈ પામે છે કે એક કીડી પોતાના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને સમજવા, અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ઇજનેરોએ, કોમ્પ્યુટર દ્વારા કીડીના શરીરના કેટલાક મોડલ તૈયાર કર્યા છે. કીડીના શરીરનું બંધારણ, એનાં અંગો કઈ રીતે ગોઠવાયેલાં છે અને એ કઈ રીતે કામ કરે છે, એ આ મોડલથી સમજી શકાય છે. તેઓએ ખાસ એક્સ-રે મશીન (માઇક્રો સીટી સ્કેન) અને એક કીડી ભાર ઉપાડે ત્યારે, એના શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થતી હોય છે, એ બંનેનો ઉપયોગ કરીને આ મોડલ બનાવ્યાં છે.કીડીનીશરીરરચનામાં,એની ગરદન ખૂબ મહત્ત્વની છે. કેમ કે, મોંઢામાં ઊંચકેલી વસ્તુનું બધું વજન ગરદન પર આવે છે. કીડીની ગરદનમાં આવેલી નરમ કોશિકાઓ, એની ગરદન અને શરીરને જોડે છે. આ રચના, આપણા બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેગી કરી હોય, એવી દેખાય છે. એક સંશોધકનું કહેવું છે: “ગરદનના સાંધાના હલનચલન માટે, આ કોશિકાઓની રચના અને બંધારણ બહુ મહત્ત્વનું છે. ગરદનના સાંધામાં આવેલા નરમ ભાગ અને માથું તથા શરીરના કડક ભાગ જોડાઈને એક મજબૂત બંધારણ બનાવે છે. કીડીની ભારે વસ્તુ ઉઠાવવાની ક્ષમતા પાછળ આ એક મહત્ત્વનું કારણ હોય શકે.” સંશોધકો આશા રાખે છે કે, કીડીની ગરદનની રચનાની સ્પષ્ટ સમજણ તેઓને રોબોટિક મશીનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા મદદરૂપ થશે.
સંદર્ભ  : (JW.ORG / યહોવાના સાક્ષીઓ)
............................................................................
આજની ગુજરાતી વાર્તા :-


મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી ધનિક ભક્તોને શીશામાં ઉતારી શેતાન સંતો જાતે ભોગ વિલાસ ભોગવે છે. નિ: સ્પૃહી સાચા સંતને સાદી સરળ ઝૂંપડી સિવાય કંઈ જ અપેક્ષા હોતી નથી. ઉલ્ટું ધન-સમૃદ્ધિ એને તો બાધારૂપ બને છે. 
આવા નિ: સ્પૃહી એક સંત પાસે બે નંબરી આવક ધરાવતો એક વેપારી સોના-ચાંદીના સિક્કા લઈને આવ્યો અને કહ્યુ બાબા, મે સાંભળ્યુ છે કે આપના આશીર્વાદ ફળે છે. આ ધન સંપત્તિ દક્ષિણારૂપે લઈને આનાથી દસ ગણી ધના-સંપત્તિ મળે એવા આશીર્વાદ આપો. સંતે સ્મિત સાથે કહ્યુ, તમારે ત્યા તમારા ગુરૂ વ્યાખ્યાન આપવા આવવાના હોય તેમની વ્યાસપીઠ અને શ્રોતાઓ માટે તમે ગાલીચા પાર્થયા હોય તમારો દિવાનખંડ સજાવ્યોહોય એવામાં કોઈ ગાંડો ઘૂસી જાય અને ગુરૂજીના વ્યાસપીઠ પર પેશાબ કરી જાય તો તમે શુ કરો ? 
વેપારીએ કહ્યુ - એને હુ મારી મારીને ખોખરો કરી તેને ગામ બહાર મોકલી દઉ. 

સંત કહે - જુઓ શેઠ મે મારી ઝૂંપડી ગૌ ગવ્યથી લીંપીગૂંપી પવિત્ર કરી છે અને ઈશ્વરના આગમન માટે તપ-સાધના કરતો હ અતો, ત્યા તમે આવી આ ધન સંપત્તિની વિષ્ટા કરી,મારી ઝૂંપડીની પવિત્રતા બગાડી નાખી, બોલો મારે શુ કરવુ ? 

વેપારી સમજી ગયા, પૈસાનુ પોટલું લઈ, પ્રણામ કરી કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પલાયન થઈ ગયા.