શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ
સંચાલિત શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ખાતે તા:11/04/2019ની સાયં કાળે 6 :00 કલાકે સંસ્થાના પ્રટાગણમાં છાત્રાલયના બાળકો દ્વારા વર્ષાન્ત પર્વની ઉજવણી કરવામાં આવી. જે અન્વયે છાત્રાલયના કુમાર અને
કન્યાઓ દ્વારા ડાન્સ, યોગ કવાયત અને
ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.વર્ષ દરમિયાનની
છાત્રાલયની સંસદમાં નેતૃત્વ પુરુ પાડનાર દરેક વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્રો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પર્વમાં કેમ્પસ
ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોષી, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની , શ્રી કિશોરભાઈ મહેતા,શ્રી જીતુભાઈ ભટ્ટ તથા મુખ્ય ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોત્રા અને ભરતભાઈ વેગળ અને મુખ્ય ગૃહ
ભગિની શ્રી જાનકીબેન પુરોહિત તથા શ્રી અંકિતાબેન પુરોહિત ની ઉપસ્થિતી રહી હતી.નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિએ બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવાનો શુભ સંદેશ તથા શુભકામનાઓ પાઠવેલ હતી કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ વેગડના માર્ગદર્શન હેઠળ કુમાર પિયુષ કવાડ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર
વિધિ શ્રી હરેશભાઈ કળોત્રા દ્વારા કરવામાં આવી હતી અને અંતે આઇસ્ક્રીમનો શીત સ્વાદ લઈ છૂટા પડયા.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Friday, 12 April 2019
શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ વર્ષાન્ત પર્વ -2019
< લેબલ >
કુમાર એવમ કન્યા છાત્રાલય
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .