જિલ્લા કક્ષાનો રમતોત્સવ ક્રાંકચ મુકામે યોજાયો હતો જેમાં પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા ની બહેનોની કબડ્ડી ની ટીમ જિલ્લામાં દ્વિતીય આવી હતી. જેમાંથી ટીમની 3 બહેનોની રાજ્યકક્ષાએ પસંદગી પામેલ છે તે હવે અમરેલી જિલ્લા વતી કબડ્ડી રમશે
- વાઘેલા કાજલબેન ભીમજીભાઈ - 12 બી
- સાંખટ વનીતાબેન કનુભાઈ - 12 બી
- વાઘેલા વનીતાબેન કનુભાઈ -11 બી
જિલ્લામાં શાળાની બહેનોની કબડ્ડીની ટીમ દ્વિતીય આવી શાળાના ગૌરવમાં વધારો કર્યો તથા શાળાની 3 બહેનો રાજ્યકક્ષાએ રમવા પસંદગી પામી તે બદલ શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી પંકજભાઈ ઝણકાટ અને દરેક બહેનોને આચાર્ય શ્રી વિમલભાઈ અગ્રાવત ,સ્થાનિક સંચાલકો શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ પ્રમુખ અને મંડળના ટ્રસ્ટીઓએ ખુબ ખુબ આભિનંદન પાઠવેલ હતા અને રાજ્ય કક્ષાએ પણ સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .