

- તમે આજે જે કામ કરી શકતા હો તેને ક્યારેય કાલ પર મુલત્વી રાખશો નહીં .
- તમે જાતે જે કામ કરી શકતા હો તે ક્યારેય બીજાને સોપતા નહીં - બીજા પર ઠેલશો નહીં.
- તમે જેટલું કમાયા હોય તેનાથી વધુ ખર્ચ કરશો નહીં.
- ખરેખર જેની અત્યંત જરૂર ન હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહીં પછી ભલે તે સસ્તામાં મળતી હોય.
- ગુસ્સો આવે ત્યારે કાંઈ પણ બોલતાં પહેલા મનમાં દસ ગણી કાઢજો, ગુસ્સો બહુ ભારે હોય તો પૂરા સો ગણી નાખજો.
- ભૂખ અને તરસ કરતાં આત્મસંતોષને વધુ મહત્વ આપજો.
- કોઈ પણ કામ હાથમાં લો તો તે ખૂબ સાંભળીને હાથમાં લેજો સમય,શક્તિ અને તમારી આવડતનો પૂરો ક્યાસ કાઢીને લેજો.
- કોઈ પણ કામ કેટલી ઝડપે પૂરું થાય છે તેના કરતાં કેવી રીતે પૂરું થાય છે એને વધારે અગત્યનું માનજો.ક્વોન્ટીટીને બદલે ક્વોલિટીને વધારે મહત્વ આપજો.
- કોઈ પણ કામ કરો તે સ્વેચ્છાએ ઉત્સાહથી કરજો તેમ કરવાથી તમને કામમાં રસ પડશે ,તમારું કામ દીપી ઉઠશે.
- તમારું કામ કરનારની કદર કરતાં શીખશો તો તમારા કામની કદર થશે. આમ છતાં સિદ્ધાંત એ રાખજો કે બીજાના સારા કામની કદર કરવી,પોતાના કામની કદર થાય તેના કરતાં પોતાના કામનો પોતાને સંતોષ થાય તેને વધુ મહત્વ આપજો.
- અશોક બી.પ્રજાપતિ
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .