મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે વિવિધ સ્પર્ધાઓ તા : 06/ 10/2018 ના શનિવારના રોજ (QDCકક્ષાની સ્પર્ધાઓ ) શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચ.માધ્યમિક શાળા, જાફરાબાદમાં લેવામાં આવી.જેમાં કુલ 61 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
- ચિત્ર સ્પર્ધામાં કુલ -17
- કાવ્ય લેખનમાં કુલ - 11
- વકતૃત્વ સ્પર્ધામાં કુલ -11
- નિબંધ સ્પર્ધામાં કુલ -22
ઉપરોક્ત સ્પર્ધમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ SVS કક્ષાએ રાજુલા મુકામે ગયેલ.
- ચિત્ર સ્પર્ધા - સોલંકી અનિતા ભાયાભાઈ
- કાવ્ય લેખન - સોલંકી જયશ્રી ભાવેશભાઈ
- વકતૃત્વ સ્પર્ધા -સાંખટ કાજલ જેરામભાઈ
- નિબંધ સ્પર્ધા - રાઠોડ દ્રષ્ટિ હર્ષદભાઈ
SVS કક્ષાની સ્પર્ધાઓ:
SVS કક્ષાની સ્પર્ધાઓ શ્રી ટી.જે.બી.એસ.કન્યા વિદ્યાલય (ગર્લ્સ હાઈસ્કૂલ) રાજુલા મુકામે તારીખ :09/10/2018ના રોજ યોજાઈ હતી. જેમાં
વકતૃત્વ સ્પર્ધામાં સાંખટ કાજલ જેરામભાઈને દ્વિતીય નંબર ઈનામ પેટે 300 રૂપિયા
નિબંધ સ્પર્ધામાં રાઠોડ દ્રષ્ટિ હર્ષદભાઈને દ્વિતીય નંબર ઈનામ પેટે 300 રૂપિયા
કાવ્ય લેખનમાં સોલંકી જયશ્રી ભાવેશભાઈને દ્વિતીય નંબર ઈનામ પેટે 300 રૂપિયા
આ ઉપરોક્ત બધીજ QDC કક્ષાની સ્પર્ધાઓમાં નિર્ણાયક અને માર્ગદર્શક તરીકે શાળાના શિક્ષકો કાવ્ય લેખનમાં શ્રી જયેશભાઈ પંડયા, ચિત્ર સ્પર્ધામાં શ્રી હરેશભાઈ પુરોહિત તથા નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં શ્રી જયેશભાઈ પંડયા, શ્રી નારણભાઈ ઢગલ અને શ્રી મહેશભાઈ વણકર સહભાગી થયેલ.
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .