તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરબાદ ખાતે આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા તથા ધોરણ 1 થી 8ના ગણિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના બાળકો અને શિક્ષિકા બહેનો દ્વારા ગણિત વિષયક ગણિત ગમ્મત , ગણિત કાવ્યો , ગણિત ચાલીસા , ATM , ગણિત કોયડાઓ , અંકોની રેલ ગાડી , ગાણિતિક રંગોળી , અંકોના પરિવાર , ગંજીફાની રમતો , રામાનુજ નો જાદુઈ ચોરસ , ઈલેક્ટ્રીકલ ગણિત મોડેલ વગેરે બનાવ્યા હતા જેનું પ્રદર્શન સેમિનાર હૉલ ખાતે કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોષીના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું સાથે નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ પણ હાજર રહયા હતા અને આ પ્રદર્શન સંસ્થાના કર્મચારી કૃષ્ણપ્રસાદ જાની , શ્રી કિશોરભાઈ મહેતા , શ્રી અબ્દુલ રહેમાન , શ્રી ખુશાલભાઈ વઢવાણા ,શ્રી જીતુભાઈ ભટ્ટ, ગૃહભગિની શ્રી જાનકીબેન પુરોહિત અને શ્રી અંકિતાબેન પુરોહિત , ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા તથા શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના દરેક બાળકોએ રસ પૂર્વક નિહાળેલું હતું અને ગામની અન્ય બીજી શાળાના બાળકોને પણ આ પ્રદર્શન જોવા માટે આવ્યા હતા તેમજ શાળાના જાગૃત વાલીગણે આ પ્રદર્શન નિહાળેલ હતું.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Sunday, 23 December 2018
રાષ્ટ્રીય ગણિત દિવસ - ( શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરબાદ )
< લેબલ >
T.G.
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .