શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Tuesday, 23 October 2018

જીવન શિક્ષણ મેગેઝીનમાં સંસ્થા દ્વારા કરાયેલ શિક્ષણમાં નવતર પ્રયોગનો એક લેખ .....( શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી ચાંદનીબેન કોટેચા )

GCERT ( ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) ગાંધીનગરથી પ્રકાશિત થતું મેગેઝીન  " જીવન શિક્ષણ" . આ મેગેઝીનમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતાં નવીન સંશોધનો સમાવેશ કરવામાં આવે છે.જેમાં જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંસ્થા શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક  શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા, જાફરાબાદમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને સંસ્થાના અધિકારી  શ્રી અશોકભાઈ પ્રજાપતિએ ધોરણ 3 અને 4 માં " ક્વિઝ દ્વારા ઘડિયા " નો એક નવતર પ્રયોગ કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓને  ક્વિઝ દ્વારા ઘડિયા કરાવી વિદ્યાર્થીઓમાં ગણિત જેવા વિષયોમાં સરળતાથી ઘડિયા તૈયાર કરી શકે છે અને ગણિત જેવા વિષયોને સહેલો બનાવી શકાય છે. આ માટેના નવતર પ્રયોગનો લેખ  " જીવન શિક્ષણ" મેગેઝિનમાં  ઓક્ટોબર-2018 ના અંકમાં પ્રકાશિત થયો છે. 
............................................................................................................
જીવન શિક્ષણ મુખપૃષ્ઠ 

 
............................................................................................................
અનુક્રમણિકા (પાનાં નંબર : 28 ) 




ક્વિઝ દ્વારા ઘડિયા એક નવતર પ્રયોગનો લેખ 


Monday, 22 October 2018

વર્તમાનપત્રોમાં તસવીર

શેઠ ત્રિ.મા લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ ,જાફરાબાદ ખાતે તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરીરૂપ મુજબની લેવાયેલ પરીક્ષાની વર્તમાનપત્રોમાં આવેલ તસવીરો ....

અમરેલી એક્સપ્રેસ તા : 25/10/2018

અવધ ન્યૂઝ તા : 26/10/2018


લોકસંસાર ન્યૂઝ , તા: 23/10/2018 

સંજોગ ન્યૂઝ તા :23/10/2018


Sunday, 21 October 2018

શેઠ ત્રિ.મા લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ ,જાફરાબાદ ખાતે તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરીરૂપ મુજબની પરીક્ષાનું પ્રશ્નપત્ર તા : 21/10/2018

શેઠ ત્રિ.મા લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ ,જાફરાબાદ ખાતે તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરીરૂપ મુજબની પરીક્ષાનું સફળ આયોજન


શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શેઠ શ્રી ત્રિ.મા. લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ,જાફરાબાદ ખાતે  તા : 21/10/2018, રવિવાર ના રોજ સવારે 9 થી 10 કલાક દરમિયાન તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરિરૂપ  મુજબની પરીક્ષાનું  આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જાહેર પરીક્ષાની તૈયાર કરતાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. 
આ ટેસ્ટની સફળ આયોજન કરવામાં  લાયબ્રેરીના મંત્રી શ્રી નારણભાઈ ઢગલ,ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ફકીર,શ્રી નાજાભાઈ છેલાણા, શ્રી નીતિનભાઈ પંડયા, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિએ  મહત્વની કામગીરી કરી હતી

























વર્તમાનપત્રોમાં તસવીર..........

શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય નો વિદ્યાર્થી બારૈયા ગોપાલ રાણાભાઈ એ મેળવેલ ખેલ મહાકુંભમાં  મેળવેલ સિદ્ધિ ની વર્તમાનપત્રોમાં આવેલ તસવીર .

સંજોગ ન્યૂઝ -અમરેલી તા : 21/10/2018

શ્રી આસ્થા ઓનલાઈન ન્યૂઝ , તા : 21/10/2018


લોકસંસાર- ભાવનગર -તા : 21/10/2018
અવધ ન્યૂઝ અમરેલી તા : 24/10/2018


Saturday, 20 October 2018

શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલયનું ગૌરવ (ગોપાલ રાણાભાઈ બારૈયા)

ખેલમહાકુંભ-2018માં અમરેલી જીલ્લામાં 1500 મીટર દોડમાં પ્રથમ  

તાજેતરમાં ખેલમહાકુંભ 2018ની જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન અમરેલી મુકામે કરવામાં આવ્યુ હતું જેમાં શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક  વિદ્યાલય (શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય) નો ધોરણ-10નો વિદ્યાર્થી ગોપાલ રાણાભાઈ બારૈયા જે  એથ્લેટિક્સની 1500મીટર દોડની સ્પર્ધામાં સમગ્ર અમરેલી જીલ્લામાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધારેલું છે. અને રાજ્ય કક્ષાની  સ્પર્ધામાં ભાગ લેવા જશે તથા સમગ્ર અમરેલી જીલ્લામાં પ્રથમ આવવા બદલ સરકાર શ્રી તરફથી રૂ.5000/નું  પુરસ્કાર મળેલ છે. શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીને સુપરવાઇઝર શ્રી જિજ્ઞાબેન શિયાળ, શ્રી દક્ષાબેન શિયાળ, શ્રી પ્રિયંકાબેન વ્યાસ ,શ્રી ઈન્દુબેન સાંખટ, શ્રી રીનાબેન બાંભણીયા, શ્રી શ્વેતાબેન સૌદરવા, શ્રી જસ્મિતાબેન બાંભણીયા,શ્રી નિધિબેન ઠાકર તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોષી , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના  પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતા, ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ મોદી ,શ્રી યોગેશભાઈ ગોરડીયા, શ્રીમતી જ્યોતિબહેન શેઠના , શ્રી શુરેશભાઈ મોદી  તથા  શ્રી રાજેશભાઈ ગોરડીયા એ અભિનંદન પાઠવેલ હતા તથા રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધારે તે બદલ શુભકામનાઓ પાઠવેલ હતી.  

નવરાત્રી ગરબા - શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કે. મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા

તારીખ: 19/10/2018ના રોજ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કે. મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ,જાફરાબાદમાં નવરાત્રીના ગરબા નું આયોજન કરેલું હતું જે અંતર્ગત  સમૂહમાં આરતી કરી હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષિકાબહેનોએ નવરાત્રિના ગરબા રમવાનો મન મૂકીને આનંદ માણ્યો હતો.