|
ખેલમહાકુંભ-2018માં અમરેલી જીલ્લામાં 1500 મીટર દોડમાં પ્રથમ
|
|
તાજેતરમાં ખેલમહાકુંભ 2018ની જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન અમરેલી મુકામે કરવામાં આવ્યુ હતું જેમાં શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલય (શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય) નો ધોરણ-10નો વિદ્યાર્થી ગોપાલ રાણાભાઈ બારૈયા જે એથ્લેટિક્સની 1500મીટર દોડની સ્પર્ધામાં સમગ્ર અમરેલી જીલ્લામાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધારેલું છે. અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે તથા સમગ્ર અમરેલી જીલ્લામાં પ્રથમ આવવા બદલ સરકાર શ્રી તરફથી રૂ.5000/નું પુરસ્કાર મળેલ છે. શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીને સુપરવાઇઝર શ્રી જિજ્ઞાબેન શિયાળ, શ્રી દક્ષાબેન શિયાળ, શ્રી પ્રિયંકાબેન વ્યાસ ,શ્રી ઈન્દુબેન સાંખટ, શ્રી રીનાબેન બાંભણીયા, શ્રી શ્વેતાબેન સૌદરવા, શ્રી જસ્મિતાબેન બાંભણીયા,શ્રી નિધિબેન ઠાકર તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોષી , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતા, ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ મોદી ,શ્રી યોગેશભાઈ ગોરડીયા, શ્રીમતી જ્યોતિબહેન શેઠના , શ્રી શુરેશભાઈ મોદી તથા શ્રી રાજેશભાઈ ગોરડીયા એ અભિનંદન પાઠવેલ હતા તથા રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધારે તે બદલ શુભકામનાઓ પાઠવેલ હતી.
અભિનંદન .....
ReplyDeletegopal congo.......
ReplyDelete