શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday, 23 December 2018

રાષ્ટ્રીય ગણિત દિવસ - શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડિયા મિડલ સ્કૂલ જાફરાબાદ ( કૌન બનેગા ગણિતપતિ )

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ ખાતે આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને ગણિત શિક્ષક શ્રી ભવાનગીરી ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ કૌન બનેગા ગણિતપતિ જે એક ગેમ શો રાખવામા આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ  તર્ક થી આ ગેમ રમી આનંદ માણેલો હતો .આ ગેમ શો નિહાળવા શ્રી અશોકભાઈ પ્રજાપતિ,  શ્રી નીતિનભાઈ પંડયા , શ્રી ભીખુભાઈ પટેલ , શ્રીમતી મંજુલાબેન ચૌહાણ , પારૂલબેન ગોસાઈ , રીતુબેન ચુડાસમા અને શાળાના ધોરણ  6 થી  8ના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. આ ગેમ શોના વિજેતા શ્રી યાજ્ઞિકભાઈ થયા હતા તેમને શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડ્યા ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ગેમ શો નું અસરકારક સંચાલન શ્રી રીતુબેન ચુડાસમા એ કરેલું હતું . 








Thursday, 20 December 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-8

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-8"  રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 



 જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-8

Wednesday, 19 December 2018

નાતાલ પર્વની ઉજવણી ( શ્રીમતી ટી,જી,સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ )

આજ રોજ તારીખ 19/12/2018ના રોજ  શ્રીમતી ટી,જી,સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે ઉપક્રમે પ્રાર્થના કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ની બાલિકાઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો અને નાતાલ પર્વની સમજ આપતા જુદા જુદા બાળકો સ્પીચ આપેલ હતી તથા કાર્યક્રમનો મુખ્ય પાત્ર એટ્લે સાન્તાક્લોઝ  જે  ધોરણ 8 ના વિદ્યાર્થી શ્રી ચિરાગને મળ્યું હતું તેને બાળકોને નવા વર્ષની ખુશી પેટે બાલ મંદિરના બાળકોને પ્રાર્થના કાર્યક્રમમાં ભેટ  આપી હતી અને દરેક વર્ગોમાં જઈ બાળકોને મનોરંજન પૂરું પાડયુ હતું અને બાળકોને ભેટ આપી હતી. અંતમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા,શ્રી દીપિકાબેન મહેતા અને સમગ્ર શાળા પરિવાર સ્ટાફ ગણ દ્વારા બાળકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવેલ હતી.આમ હર્ષોલ્લાસ સાથે નાતાલ પર્વની ઉજવણી કરી હતી   






























Tuesday, 18 December 2018

વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા .... (શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડીયા મિડલ સ્કૂલ -જાફરાબાદ )

આજ રોજ તારીખ 18/12/2018ના રોજ શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડીયા મિડલ સ્કૂલ -જાફરાબાદ ખાતે  GHCL તરફથી ચાલતા પ્રોજેકટ અંતર્ગત વિકાસના વર્ગોના બાળકો દ્વારા આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને GHCLના કર્મચારી શ્રીમતી પારૂલબેન ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ બનાવાની સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં કુલ 32 બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાની કળા અને યુક્તિ દ્વારા વિવિધ કલાત્મક કૃતિઓ બનાવી હતી .  કેમ્પસ કો.ઓર્ડિનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડયા એ નિર્ણાયક તરીકે ભૂમિકા  ભજવી નંબર આપવામાં આવ્યા  હતા. શાળાના બાળકોએ પણ કૃતિઓ નિહાળી હતી અને તે સાથે સમગ્ર સ્ટાફ પણ હાજર રહી વિદ્યાર્થીઓને શાબ્દિક પ્રોત્સાહિત કર્યા હતા.