- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Wednesday, 31 July 2019
Tuesday, 30 July 2019
જાફરાબાદ તાલુકા કક્ષાનો રમતોત્સવ............. નાગેશ્રી
તારીખ 27.07.2019ના રોજ જાફરાબાદ તાલુકા કક્ષાનો રમતોત્સવ નાગેશ્રી ગામે યોજાયો હતો. જેમાં પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા એન.કે.એસ.સી મોદી ઉચ્ચતર માધ્યમિક શાળાના નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.તેઓ મોટા આંકડિયા મુકામે યોજાનારા જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે.આ દરેક પ્રથમ આવનાર વિદ્યાર્થીને તથા ઉત્સાહી શિક્ષક શ્રી પંકજભાઈ ઝણકાટ ને આચાર્ય,સ્થાનિક સંચાલકો તથા શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ ખૂબ આભિનંદન પાઠવેલ તથા જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પણ આવોજ દેખાવ કરે તેવી શુભકામના પાઠવી હતી.........
બારૈયા દર્શિકા પી. - 12 c
100m દોડ પ્રથમ
1500 દોડ પ્રથમ
વાઢેળ તેજલ બી.- 11 b
800m દોડ પ્રથમ
બાંભણિયા કોમલ ડી. -12c
લંગડીફાળ કૂદ - પ્રથમ
વાઘેલા કિરણ એમ. -12c
3000m જલદચાલ -પ્રથમ
સાંખટ રવજી એ -12 a
લાંબીકૂદ- પ્રથમ
બારૈયા દેવરત એલ. 12a
5000m જલદચાલ- પ્રથમ
કબડ્ડી -બહેનોની ટીમ - પ્રથમ
< લેબલ >
પારેખ મહેતા
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Thursday, 25 July 2019
વર્તમાનપત્રોમાં તસવીર.....તાવડી પેઈન્ટીંગ
< લેબલ >
T.G.,
વર્તમાનપત્ર
< સ્થળ >
Jafarabad, Gujarat, India
તાવડી પેઈન્ટીંગ.........શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિકશાળા, જાફરાબાદ
શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિકશાળા જાફરાબાદ ખાતે બાળકોમાં
પેઈન્ટીંગ કરવાની કલાનું મહત્વ સમજાવવા તારીખ 24/07/2019 ના રોજ ધોરણ-8ના બાળકો વચ્ચે “
તાવડી પેઈન્ટીંગ ” સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધામાં કુલ 40 બાળકોએ ઉત્સાહ
પૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાને અંતે વિજેતા ક્રમ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં
વર્ગ પ્રમાણે પ્રથમ ક્રમે મુગલ આલિયા,પઠાણ અલફાજખાન,સિલહર મહિમા,બારૈયા દક્ષ,દ્વિતીય ક્રમે ડોડીયા અર્ચના,સોલંકી આરતી,શિયાળ હાર્દિક,બારૈયા જ્યોતિકા તથા તૃતીય
ક્રમે સાંખટ કિરણ રહ્યા હતા. નિર્ણાયક તરીકે શ્રી
પાયલબેન બાંભણીયા રહ્યા હતા. શાળાના આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા તથા શિક્ષિકા
બહેનોને આ સુંદર પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવા બદલ તથા વિજેતાઓને નિયામક શ્રી
ઠાકોરદાસ રામાનંદી,શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના ટ્રસ્ટી મંડળે ખૂબ ખૂબ અભિનંદન
પાઠવેલ હતા.
< લેબલ >
T.G.
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Wednesday, 24 July 2019
Tuesday, 23 July 2019
Friday, 19 July 2019
Wednesday, 17 July 2019
ગુરુપૂર્ણિમા ઉજવણી ..શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ ખાતે તારીખ ૧૭/૦૭/૨૦૧૯ના રોજ ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા પ્રાર્થનામાંં ગુરુને લગતા ભજનો, સુવિચાર, ગુરુની મહત્વ કરાવતા વક્તવ્યો,નાટક, નૃત્ય દ્વારા ગુરુ મહિમા વર્ણવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યા શ્રી ચાંંદનીબેન તથા શિક્ષિકા બહેનો શ્રી વૈશાલીબેન , શ્રી કુંદનબેન , શ્રી હંસાબેન, શ્રી કોમલબેન દ્વારા ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમનો મહિમા બાળકોને સમજાવ્યો હતો. નાની બાલીકાઓ દ્વારા શિક્ષિકા બહેનોને ભાલ પર કુમ કુમ તિલક કરી ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો.આ શુભ અવસર પર ધોરણ ૬ થી ૮ ના બાળકો વચ્ચે ભજનની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં નિર્ણાયક તરીકે શ્રી ભાવિકાબેન બારૈયા અને સમગ્ર ગુરુ પુર્ણિમા ઉજવણીના કાર્યક્રમનું સંચાલન શિક્ષિકાબેનો શ્રી પુનમબેન ચૌહાણ અને શ્રી કવિતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ હતું તથા કાર્યક્રમના અંતે બાળકો દ્વારા ગુરુના ચરણ વંદન કરવામાં આવ્યા હતા, તમામ બાળકોએ ગુરુના આશિષ સ્વીકાર્યા અને શિક્ષિકા બહેનો દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આમ ખરા અર્થમાં ગુરૂપૂર્ણિમાની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.
< લેબલ >
T.G.
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Monday, 15 July 2019
આચાર્યશ્રીની નિમણુંંક .....શ્રી પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ,જાફરાબાદ સંચાલિત શ્રી પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,જાફરાબાદમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આચાર્યની જગ્યાઓ ખાલી પડી હતી.તારીખ 13/07/2019ના રોજ અમરેલી ખાતે યોજાયેલ આચાર્ય ભરતી કેમ્પમાંં પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે શ્રી વિમલભાઈ અગ્રાવતની નિમણૂંક કરવામાં આવી હતી. શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા,ઉપ પ્રમુખશ્રી લલિતભાઈ મોદી, માનદ મંત્રીશ્રી યોગેશભાઈ ગોરડિયા અને શ્રીમતિ જ્યોતિ બહેન શેઠનાએ તથા ટ્રસ્ટી મંડળના અન્ય હોદ્દેદારો અને સ્થાનિક સંચાલકોએ શ્રી વિમલભાઈ અગ્રાવતને સંંસ્થાની ઉત્તરોતર પ્રગતિ કરવાના શુભ આશિષ સાથે શુભ કામના પાઠવી હતી.
< લેબલ >
પારેખ મહેતા
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Wednesday, 10 July 2019
Saturday, 6 July 2019
સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા......વર્તમાનપત્રોમાં તસવીર
< લેબલ >
T.G.
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Posts (Atom)