શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ ખાતે તારીખ ૧૭/૦૭/૨૦૧૯ના રોજ ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા પ્રાર્થનામાંં ગુરુને લગતા ભજનો, સુવિચાર, ગુરુની મહત્વ કરાવતા વક્તવ્યો,નાટક, નૃત્ય દ્વારા ગુરુ મહિમા વર્ણવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યા શ્રી ચાંંદનીબેન તથા શિક્ષિકા બહેનો શ્રી વૈશાલીબેન , શ્રી કુંદનબેન , શ્રી હંસાબેન, શ્રી કોમલબેન દ્વારા ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમનો મહિમા બાળકોને સમજાવ્યો હતો. નાની બાલીકાઓ દ્વારા શિક્ષિકા બહેનોને ભાલ પર કુમ કુમ તિલક કરી ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો.આ શુભ અવસર પર ધોરણ ૬ થી ૮ ના બાળકો વચ્ચે ભજનની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં નિર્ણાયક તરીકે શ્રી ભાવિકાબેન બારૈયા અને સમગ્ર ગુરુ પુર્ણિમા ઉજવણીના કાર્યક્રમનું સંચાલન શિક્ષિકાબેનો શ્રી પુનમબેન ચૌહાણ અને શ્રી કવિતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ હતું તથા કાર્યક્રમના અંતે બાળકો દ્વારા ગુરુના ચરણ વંદન કરવામાં આવ્યા હતા, તમામ બાળકોએ ગુરુના આશિષ સ્વીકાર્યા અને શિક્ષિકા બહેનો દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આમ ખરા અર્થમાં ગુરૂપૂર્ણિમાની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.


No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .