શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday, 9 December 2018

35મો રમતોત્સવ (કુમાર એવમ કન્યા છાત્રાલય,જાફરાબાદ )

તારીખ:09/12/2018ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત ગં.પૂ.પારેખ કુમાર એવમ કન્યા છાત્રાલય ખાતે 35 મો કુમાર છાત્રાલયનો રમતોત્સવ ઉજવાયો જે ઉપક્રમે નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી ક્રુષ્ણ પ્રસાદ જાની , શ્રી ચાંદનીબેન કોટેચા, શ્રી દીપિકાબેન મહેતા , શ્રી જિજ્ઞાબેન રાઠોડ તથા ટી.જી.સંઘવી સ્કૂલનો ધોરણ 6 થી 8 નો સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી. અધ્યક્ષ નું પદ મેળવાનું સૌભાગ્ય  શ્રી વાઘ જગદીશ દડુભાઈ ને મળેલ હતું આ સમગ્ર  રમતોત્સવ કુમાર છાત્રાલયના મુખ્ય ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કાળોતરા અને ગૃહભ્રાતા શ્રી ભરતભાઈ વેગળના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં રમતો જેવીકે કોથળા દોડ, લાંબી દોડ ,દ્વિપગી દોડ , લીંબુ ચમચી,પૈસા શોધ  , સંગીત ખુરશી ,ગોળાફેંક, થાળી સમતોલન , વર્તુળનો રાજા  તથા લયબદ્ધ કસરતો જેવીકે લાઠી દાવ , મગદળ , રીંગ દાવ , લેજીમ , ડંબેલ્સ તથા પીરામીડ તથા સામૂહિક પરેડનો સમાવેશ થયો હતો. આ બધી જ રમતોમાં કુમાર છાત્રાલયના બધાજ બાળકોએ વિવિધ વયકક્ષા મુજબ ભાગ લીધો હતો . આ સમગ્ર રમતોના વિજેતાઓને ઈનામ  આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 10ના વિદ્યાર્થી બાંભણીયા નરેશ શિવાભાઈ અને ધોરણ 9ના વિદ્યાર્થી શ્રી કવાડ પિયુષ ભૂપતભાઈ એ કર્યું હતું.આભાર વિધિ શ્રી ભરતભાઈ વેગળ દ્વારા કરવામાં આવી હતી. 





મશાલ પ્રાગટ્ય 
વિજેતા : પૈસા શોધ  સ્પર્ધા 

વિજેતા : સંગીત ખુરશી સ્પર્ધા

વિજેતા : લીંબુ ચમચી સ્પર્ધા

વિજેતા : કોથળા દોડ  સ્પર્ધા

વિજેતા : ત્રિપગી  દોડ સ્પર્ધા

વિજેતા : થાળી સમતોલન  સ્પર્ધા








વિજેતા : વર્તુળનો રાજા સ્પર્ધા


વિજેતા : ગોળા ફેંક સ્પર્ધા

વિજેતા : લાંબી દોડ સ્પર્ધા





















પીરામીડ


No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .