શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Saturday, 6 October 2018

GHCL ફાઉન્ડેશન તરફથી પ્રોત્સાહક ઈનામ વિતરણ કાર્યક્રમ

શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કે.મહેતા ઉચ્ચ. પ્રાથમિક શાળા,જાફરાબાદમાં GHCL ફાઉન્ડેશન દ્વારા ચાલવામાં આવતા ધોરણ-6 થી 8ના વિકાસના વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઈનામ વિતરણ કાર્યક્રમ તા: 06/10/2018 ના રોજ સવારની પ્રાર્થનામા કરવામાં  આવ્યો હતો જેમાં GHCL ફાઉન્ડેશન-જાફરાબાદ તાલુકાનાં એજ્યુકેશન વિભાગના સુપરવાઇઝર શ્રી કિર્તિભાઈ જોશી,સંસ્થાના અધિકારી શ્રી અશોકભાઈ પ્રજાપતિ , શાળાના આચાર્યશ્રી ચાંદનીબેન કોટેચા તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. વિકાસના વર્ગોમાં આજનું ગુલાબ તરીકે  સૌથી વધુ વાર પસંદ થનારને બાળકોને GHCL તરફથી ઈનામ પેટે 6 કંપાસ અને લેવલ 5 પૂર્ણ કરનાર બાળકોને  22 પેડ શ્રી રાધિકાબેન  સોલંકી અને શ્રી ભવાનીબેન જોશી તરફથી આપવામાં આવેલ હતા તથા તે ઈના મો વિકાસના વર્ગોના બાળકોને આપી પ્રોત્સાહિત કર્યા હતા . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શ્રી રાધિકાબેન સોલંકી  અને શ્રી ભવાનીબેન જોશી  દ્વારા કરવામાં આવ્યું હતું  જેમાં વિકાસના વર્ગોના વિદ્યાર્થીઓએ વાંચન , વાર્તા , ગીત , ભજન ,જોક્સ , ઉખાણા,પ્રશ્નોત્તરી વગેરે રજૂ  કર્યા હતા.































2 comments:

  1. Sir tamne sarve ne khub khub abhinandan -avaj karyo karta raho ane shala nu nam roshan karo -wish u all the best luck

    ReplyDelete

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .