શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Tuesday 21 January 2020

રાષ્ટ્રીય ગણિત દિવસ-2019

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા તથા ધોરણ 1 થી 8ના ગણિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા ગણિત વિષયક  મોડેલ્સની આંતર વર્ગીય સ્પર્ધા રાખવામાં આવી હતી.તથા વિજેતા ક્રમ 1 થી 3 આપવામાં આવેલ તથા મોડેલ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી મિતલબેન જોશીના સંચાલન હેઠળ બાલમંદિરના નાના ભૂલકાઓની ગાણિતિક વેશભૂષા જેમાં બાળકો અંકો,આકારો અને સંકેતો બન્યા હતા,ગણિત શિક્ષિકા બહેનો દ્વારા રસપ્રદ ઘડીયા ગેમની રમતો, ધોરણ 8ના બાળકોના ગાણિતિક નાટક કરવામાં આવ્યા હતા. આ ગણિત દિવસની ઉજવણીમાં સંસ્થાના નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની, આચાર્યાશ્રી ચાંદનીબેન કોટેચા, સુપરવાઇઝરશ્રીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ ભાગીદાર રહ્યો હતો.કાર્યક્રમને અંતે આભારવિધિ આચાર્યાશ્રી ચાંદનીબેન કોટેચાએ કરેલ.આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા ટ્રસ્ટી ગણે બાળકોને તથા શિક્ષિકા બહેનોને ગણિત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ. 









No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .