તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ
રામાનુજનનો
જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ
રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી
ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા
ઉચ્ચ.પ્રાથમિક શાળા ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી
હતી. આ નિમિત્તે આચાર્યા
શ્રી ચાંદનીબેન કોટેચા તથા ધોરણ 1 થી 8ના ગણિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા ગણિત વિષયક
મોડેલ્સની આંતર વર્ગીય
સ્પર્ધા રાખવામાં આવી હતી.તથા વિજેતા ક્રમ 1 થી 3 આપવામાં આવેલ તથા મોડેલ્સનું પ્રદર્શન
ગોઠવવામાં આવ્યું હતું. પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી મિતલબેન જોશીના સંચાલન હેઠળ
બાલમંદિરના નાના ભૂલકાઓની ગાણિતિક વેશભૂષા જેમાં બાળકો અંકો,આકારો અને
સંકેતો બન્યા હતા,ગણિત શિક્ષિકા બહેનો દ્વારા રસપ્રદ ઘડીયા
ગેમની રમતો, ધોરણ 8ના બાળકોના ગાણિતિક નાટક કરવામાં આવ્યા
હતા. આ ગણિત દિવસની ઉજવણીમાં સંસ્થાના નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની, આચાર્યાશ્રી ચાંદનીબેન કોટેચા, સુપરવાઇઝરશ્રીઓ તથા
શાળાનો સમગ્ર સ્ટાફ ભાગીદાર રહ્યો હતો.કાર્યક્રમને અંતે આભારવિધિ આચાર્યાશ્રી ચાંદનીબેન
કોટેચાએ કરેલ.આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા ટ્રસ્ટી ગણે બાળકોને
તથા શિક્ષિકા બહેનોને ગણિત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Tuesday, 21 January 2020
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2019
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા, જાફરાબાદ ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડાભી મુકેશભાઈ બાબુભાઈ જેમણે તાજેતરમાં લેવાયેલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર આયોજિત અમરેલી જીલ્લા ગાયત્રી પરિવાર સંચાલિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2019માં સમગ્ર જાફરાબાદ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી પોતાના પરિવાર અને શાળાનું ગૌરવ વધારેલ છે. જે અંગે વિદ્યાર્થી ડાભી મુકેશભાઈને અને તેમને આ પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડનાર ઉત્સાહી શિક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદીને સમગ્ર શાળા તથા નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા સર્વે ટ્રસ્ટી ગણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ અને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
< લેબલ >
પારેખ મહેતા
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Wednesday, 8 January 2020
Thursday, 2 January 2020
Subscribe to:
Posts (Atom)