શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday, 2 December 2018

“સન્માન સમારોહ” કાર્યક્રમ- ( કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય – જાફરાબાદ)

શ્રી જા.કે.ઉ.મંડળ સંચાલિત શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય – જાફરાબાદજીઅમરેલી માં તા:29-11-2018 ને ગુરુવાર ના સાયંકાળે 6.00 કલાકે મુંબઈથી પધારેલા ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિ માં “સન્માન સમારોહ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.    


       સૌપ્રથમ મુંબઈથી પધારેલા ટ્રસ્ટીશ્રીઓ- પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતાઉપપ્રમુખ શ્રી લલિતભાઈ મોદીમાનદમંત્રી શ્રી યોગેશભાઈ ગોરડીયાનિયામકશ્રી ઠાકોરદાસ રામાનંદીસાહેબશ્રી અશોકભાઈ પ્રજાપતિ  અને નવલદાદા નાં વરદહસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ થયેલ. ત્યારબાદ પ્રાર્થનાગીત રજૂ થયેલ.સાંખટ ઇન્દુમતિબેન દ્વારા તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે પધારેલા મહેમાનો,આમંત્રિત મહેમાનો વાલીગણ-સારસ્વતગણ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક-ભાવસભર સ્વાગત કરેલ.માર્ચ-2018 ની એસ.એસ,સી.બોર્ડની પરીક્ષામાં શ્રી કે.પી.મહેતા માધ્ય.શાળા નું 88 % ઉજ્જવળ પરિણામ લાવનાર તમામ સ્ટાફગણ  શ્રી જિજ્ઞાબેન શિયાળશ્રી દક્ષાબેન શિયાળ,શ્રી પ્રિયંકાબેન વ્યાસશ્રી ઇન્દુમતિબેન સાંખટ,ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા,શ્રી ભરતભાઇ વેગળ અને ગૃહભગીની શ્રી જાનકીબેન પુરોહિત નું પ્રમુખ  શ્રી કિરીટભાઇ મહેતાઉપપ્રમુખ શ્રી લલિતભાઈ મોદીઅને શ્રી યોગેશભાઈ ગોરડીયાનાં વરદહસ્તે રોકડ પુરસ્કાર તેમજ પુસ્તિકા આપી પુરસ્કૃતકરવામાં આવેલ. 


            ખેલ મહાકુંભ-2018 માં રાજ્યકક્ષાએ 1500 મીટર દોડ નડિયાદ મુકામે યોજાઈ જેમાં ચતુર્થ નંબર પ્રાપ્ત કરનાર શાળાનાં વિદ્યાર્થી શ્રી ગોપાલભાઈ રાણાભાઈ બારૈયા તેમજ શ્રી પારેખ-મહેતાના વિદ્યાર્થીની ગોળા-ફેંકમાં રાજ્યકક્ષાએ પાચમું સ્થાન પ્રાપ્ત કરવા બદલ વાઘેલા ગીતાબેન ને પુરસ્કૃત કરેલ.સંસ્થાસંચાલિત હોસ્પીટલમાં મુક્ત થનાર કર્મચારી પ્રભાબેનને 11,000 નો ચેક પ્રમુખશ્રી નાં વરદહસ્તે અપાયેલ. જાફરાબાદ નું ગૌરવ કરાટે ચેમ્પિયન શ્રી ચિરાગભાઈ ગોસ્વામી ને તેમજ મેડિકલ માં પ્રવેશ મેળવનાર પટેલ મહેશ્વરીને પણ 11,000 નાં ચેક આપી સન્માનીત કરેલ. 


      શ્રી દક્ષાબેન શિયાળ દ્વારા શાળાની સમગ્ર પ્રવૃતિઓનો ચિતાર રજૂ કરેલ.પ્રમુખશ્રી કિરીટભાઇ મહેતા દ્વારા ટ્રસ્ટીશ્રીઓનાં સંસ્થાના વિકાસ માટે પ્રયત્ન અને શૈક્ષણિક વિકાસ અંગેનો સંદેશો પાઠવેલ. આભારવિધિ શ્રી રામાનંદી સાહેબ દ્વારા રજૂ થયેલ. કાર્યક્રમના અંતે અલ્પાહાર આપવામાં આવેલ હતો.  


















No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .