તા 09/10/2018 ના રોજ નવરાત્રી ના તહેવારને ધ્યાનમાં રાખીને નવરાત્રી સ્પેશિયલ સ્પર્ધાઓ જેવીકે ગરબા સુશોભન , ડાંડિયા સુશોભન અને આરતી સુશોભન સ્પર્ધાઓ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળામાં યોજાવામાં આવી હતી જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં આરતી સુશોભન સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી પારૂલબેન વાવડીયા, ગરબા સુશોભન સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી બારૈયા રીનાબેન અને ડાંડિયા સુશોભન સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી કવાડ હેતલબેને કામગીરી કરી હતી . આ સમગ્ર સ્પર્ધાઓ શાળાના આચાર્યશ્રી ચાંદનીબેન કોટેચાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
 |
| આરતી સુશોભન |
 |
| ગરબા સુશોભન |
 |
| ડાંડિયા સુશોભન |
Good
ReplyDeleteThank u
ReplyDelete