શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Monday, 8 October 2018

ખેલ મહા કુંભ 2018 ની જીલ્લા કક્ષાની રમતો પર એક નજર (શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા )

ખેલમહાકુંભ-2018ની  જીલ્લા કક્ષાની સ્પર્ધાની રમતો અમરેલી મુકામે યોજાઈ હતી જેમાં શ્રી પારેખ અને  પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી  એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળાના શારીરિક શિક્ષણના ઉત્સાહી શિક્ષક શ્રી પંકજભાઈ ઝણકાટ (કોચ & મેનેજર)ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને શાળાનું ગૌરવ વધારેલ છે .જેમાં 
  1. કબડ્ડી (બહેનો) , તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમાં દરેક ખેલાડીને ગુજરાત સરકાર તરફથી રૂપિયા 1000/- ઈનામ મળેલ છે.
  2. બારૈયા ગૌતમ બચુભાઈ (U-17)  ,જે 200 મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે રાજ્ય કક્ષાએ રમવા જશે અને ગુજરાત સરકાર તરફથી આ ખેલાડીને રૂપિયા 3000/- ઈનામ મળેલ છે.
  3. શિયાળ ગોપાલ મેઘજીભાઈ , જે 3000 મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે રાજ્ય કક્ષાએ રમવા જશે અને ગુજરાત સરકાર તરફથી આ ખેલાડીને રૂપિયા 3000/- ઈનામ મળેલ છે.
  4. વાઘેલા ગીતા કરશનભાઈ (U-14), જે ગોળા ફેંકની રમતમાં  દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે રાજ્ય કક્ષાએ રમવા જશે અને ગુજરાત સરકાર તરફથી આ ખેલાડીને રૂપિયા 2000/- ઈનામ મળેલ છે.
શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ પુરોહિત , સુપરવાઈઝર શ્રી વિજયભાઈ પંડ્યા તથા  શ્રી અમૃતભાઈ પટેલ , શાળાનો  સમસ્ત સ્ટાફ ગણ , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ એ શાળાના શારીરિક શિક્ષણના ઉત્સાહી શિક્ષક શ્રી પંકજભાઈ ઝણકાટને  અને જીલ્લા કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીને  અભિનંદન પાઠવેલ તથા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી . 















No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .