શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને
જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા,જાફરાબાદ ખાતે ધોરણ 8 ના બાળકોનો વિદાય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ધોરણ 6 થી 8 ના બાળકોએ સાંસ્કૃતિક
કાર્યક્રમ જેમાં ભજન, સુવિચાર, ડાન્સ,
નાટક,ગીત વગેરે ઉત્સાહ પૂર્વક રજૂ કર્યો હતો. વિદાય લઈ રહેલા
બાળકો જેમાં ટાંક ચાંદનીબેન જયંતિભાઈ અને બારૈયા સુજલભાઈ બકુલભાઈ એ પોતાના શાળા
જીવનના લાગણી સભર અનુભવો વ્યક્ત કર્યા હતા. અને વર્ષ દરમિયાનનો ધોરણ-8ના
વિદ્યાર્થીઓનો અભિપ્રાય સુપરવાઇઝર શ્રી દીપિકાબેન મહેતાએ રજૂ કર્યો હતો તથા વર્ષ
દરમિયાન નેતૃત્વ પૂરું પાડનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી
પ્રોત્સાહિત કર્યા હતા તથા ધોરણ 8ના બાળકોને
વર્ગ શિક્ષક શ્રી કોમલબેન અને શ્રી ભાવિકાબેન હસ્તે સંસ્થાના નામની પેન આપી
પ્રોત્સાહિત કર્યા હતા.વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ શાળાની લાગણી દર્શાવી સ્મૃતિ
ભેટ અર્પણ કર્યા હતા. આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચાએ બાળકોને ભવિષ્યમાં જ્વલંત
સફળતાનો શુભ સંદેશ તથા ઉતરોત્તર પ્રગતિની શુભકામના પાઠવેલ હતી. કાર્યક્રમનું
સંચાલન શ્રી દિવ્યાબેન અને શ્રી મોનિકાબેન દ્વારા તથા આભાર વિધિ શ્રી જીજ્ઞાબેન
રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.અંતે અલ્પાહાર લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો
હતો.આમ આ રીતે વિદાય પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.
![]() |
ધોરણ -8ના વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ |
![]() |
ધોરણ -8ના વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ |
![]() |
ધોરણ -8ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ |
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .