શ્રી
જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી
પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસની (28 મી ફેબ્રુઆરી) ઉજવણી કરવામાં આવી
હતી. જે અન્વયે ધોરણ 6 થી 8 ના બાળકોએ આચાર્યાશ્રી ચાંદનીબેન કોટેચા તથા વિજ્ઞાન વિષયની શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ બનાવેલ ચાર્ટસ, મોડેલ તથા વિવિધ પ્રયોગો
કરવામાં આવેલ તથા ધોરણ 6 થી 8ના વિષયવસ્તુને આવરી લેતી એક વિજ્ઞાન વિષયક ક્વિઝ યોજવામાં આવી હતી જેમાં વૈજ્ઞાનિકોના નામ પરથી કુલ 5 ટીમ પાડવામાં આવી હતી. આર્યભટ્ટ , સુનિતા વિલિયમ્સ, હોમિભાભા, સી.વી.રામન અને કલ્પના ચાવલા.ધોરણ 6 થી 8ના મેઘાવી બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ક્વિઝ માં નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી , શ્રી અશોકભાઈ પ્રજાપતિ , શ્રી ક્રુષ્ણ પ્રસાદ જાની,વાલી શ્રી રમેશભાઈ કેશુર ,આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા તથા શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તાલુકા કક્ષાએ નાગેશ્રી મુકામે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી કોમલબેન બાંભણીયા અને શ્રી દીપિકાબેન મહેતા ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ કૃતિની વિસ્તૃત માહિતી વિદ્યાર્થિની શ્રી વર્ષાબેન કેશુરે આપી હતી અને તેને નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદીના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા .આ વિજ્ઞાન વિષયક ક્વિઝ સ્પર્ધામાં ટીમ સુનિતા વિલિયમ્સ કુલ ગુણ 98 પ્રાપ્ત કરી પ્રથમ વિજેતા ટીમ રહી હતી. આ ક્વિઝ માં ભાગ લેનાર દરેક ટીમને પ્રમાણપત્ર અને ઈનામ આપી પુરસ્કૃત કર્યા હતા.ક્વિઝનું સંચાલન શ્રી શેખ અલ્વિનાબેન અને શ્રી બારૈયા ધર્મીષ્ઠાબેન દ્વારા અને આભારવિધિ શ્રી ભારતીબેન બાંભણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Sunday, 3 March 2019
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2019 (શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા)
< લેબલ >
T.G.
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .