- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Friday, 22 March 2019
Tuesday, 19 March 2019
Monday, 18 March 2019
દિક્ષાંત પર્વની ઉજવણી ....... ( શ્રી કુમાર અને કન્યા છાત્રાલય )
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ
સંચાલિત શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ખાતે તા:17/03/2019ની સાયં કાળે બાળ સાહિત્યકાર શ્રી
મધુકાન્તભાઈ જોશીની નિશ્રામાં સંસ્થાના પ્રટાગણમાં આગવી ગામડાની રહેણી કરણીના
સ્ટેજ પર દિક્ષાંત પર્વની ઉજવણી કરવામાં આવી. જે અન્વયે છાત્રાલયના કુમાર અને
કન્યાઓ દ્વારા આગવી વેશભૂષા સાથે ડાન્સ, માઈમ,નાટક અને
ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તથા કોટિલા બળવીર અને ફાલ્ગુનીબેન
વઘાસિયા દ્વારા વર્ષ દરમિયાનના પોતાના પ્રતિભાવો આપ્યા હતા. બાળ સાહિત્યકાર શ્રી
મધુકાન્તભાઈ જોશીએ પોતાની બાળ શૈલીમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાનનું ભાથું પીરસ્યું
હતું અને જુદા જુદા પક્ષીઓના આવાજ સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વર્ષ દરમિયાનની
છાત્રાલયની સંસદમાં નેતૃત્વ પુરુ પાડનાર દરેક વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્રો
શ્રી મધુકાન્તભાઈ જોશીના વરદ હસ્તે આપી પુરસ્કૃત કર્યા હતા.આ પર્વમાં કેમ્પસ
ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોષી, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી,કેમ્પસ કો.ઓર્ડિનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી
નવલશંકર વ્યાસ,શ્રી વિમલ અગ્રાવત ,શ્રી
કૃષ્ણપ્રસાદ જાની, શ્રી હાતિમભાઈ ભારમલ, શ્રી અલારખ ફકીર, શ્રી અમૃતભાઈ સૌંદરવા, શ્રી કલ્પેશભાઈ રાવ, શ્રી નારણભાઈ ઢગલ, શ્રી નિતિનભાઈ પંડ્યા,શ્રી હસનખાન ઘોરી,શ્રી ગંભીરસિંહ રાવ,કે.પી.શાળાના આચાર્યા શ્રી
જિજ્ઞાબેન શિયાળ, ટી.જી.સ્કૂલના આચાર્યા શ્રી ચાંદનીબેન
કોટેચા, શ્રી દક્ષાબેન શિયાળ, શ્રી
ઈન્દુબેન સાંખટ, શ્રી દીપિકાબેન મહેતા,
શ્રી જીજ્ઞાબેન રાઠોડની ઉપસ્થિતિ રહી હતી.ગૃહભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ અને ગૃહ
ભગિની શ્રી જાનકીબેન પુરોહિત દ્વારા બાળકોને આ પર્વની તૈયારી કરાવવામાં ખૂબ જ
જહેમત ઉઠાવી હતી. શ્રી મધુકાન્તભાઈ જોશીએ છાત્રાલયના દરેક બાળકોને પોતાનું મેગેજીન
ટમ ટમ કિડ્સ મેગેઝીન બાળકોને અર્પણ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન આગવી વેશભૂષા
સાથે કુમારી ફાલ્ગુનીબેન વઘાસિયા અને કુમારી પાયલબેન મકવાણાએ કર્યું હતું તથા આભાર
વિધિ શ્રી ગૌતમભાઇ જોશીએ કરી હતી અને અંતે રાત્રીના ભોજનનો આસ્વાદ લઈ છૂટા પડયા
હતા....
< લેબલ >
કુમાર એવમ કન્યા છાત્રાલય
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Saturday, 16 March 2019
Thursday, 14 March 2019
Tuesday, 12 March 2019
Monday, 11 March 2019
તૃતીય વાર્તાલેખન સ્પર્ધા -2019
![]() |
રૂપાલી ભીખાભાઈ રાઠોડ |
નામ : રૂપાલી ભીખાભાઈ રાઠોડ
ધોરણ : 7
વાર્તાનું નામ : સાત બરણી
< લેબલ >
મિડલ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Thursday, 7 March 2019
Monday, 4 March 2019
જીવન કલા ફાઉન્ડેશન ...... ચિત્ર રંગ પૂરણી સ્પર્ધા
જીવન કલા ફાઉન્ડેશન,રાજકોટ દ્વારા ચિત્ર રંગ પૂરણી સ્પર્ધાનું આયોજન જેમાં શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચતર પ્રાથમિક શાળા,જાફરાબાદના ધોરણ 5 થી 8ના કુલ 79 બાળકોએ આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો તથા શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલના 36 બાળકોએ આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આમ આ સ્પર્ધા માં કુલ 115 બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
< લેબલ >
મેગેઝીન
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Posts (Atom)