શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday, 6 January 2019

શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય , 34 મો રમતોત્સવ (કન્યા છાત્રાલય - 50 વર્ષની ઉજવણી )

તારીખ: 06/01/2019 ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત શ્રી  કુમાર એવમ કન્યા છાત્રાલય ખાતે કન્યા છાત્રાલયના 50 વર્ષની ઉજવણી તથા 34 મો કન્યા  છાત્રાલયનો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો  જેમાં કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી ક્રુષ્ણ પ્રસાદ જાની , શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી કિશોરભાઈ મહેતા , ટી.જી.સંઘવી તથા કે.પી.મહેતા સ્કૂલનો સ્ટાફે તથા છાત્રાલયના બાળકોના વાલીગણે હાજરી આપી હતી . અધ્યક્ષ પદનું સ્થાન  મેળવાનું સૌભાગ્ય ધોરણ-12ની વિદ્યાર્થીની શ્રી ફાલ્ગુનીબેન વઘાસીયા ને મળેલ હતું આ સમગ્ર  રમતોત્સવ કન્યા છાત્રાલયના મુખ્ય ગૃહ ભગિની  શ્રી જાનકીબેન પુરોહીત અને શ્રી અંકિતાબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં રમતો જેવીકે પૈસા શોધ  , સંગીત ખુરશી , થાળી સમતોલન , આંધળાની મિજબાની તથા લયબદ્ધ કસરતો જેવીકે લાઠી દાવ , મગદળ , રીંગ દાવ , લેજીમ , ડંબેલ્સ તથા પીરામીડ તથા સામૂહિક પરેડનો સમાવેશ થયો હતો. આ બધી જ રમતોમાં કન્યા  છાત્રાલયની બધીજ બાળકીઓ વિવિધ વયકક્ષા મુજબ ભાગ લીધો હતો . આ સમગ્ર રમતોના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 10ના વિદ્યાર્થીની શ્રી માનસીબેન આલ અને ધોરણ 12 ના વિદ્યાર્થીની  શ્રી પાયલબેન મકવાણા એ કર્યું હતું. અંતમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ સંદેશો શ્રી ગૌતમભાઈ જોશી દ્વારા આપવામાં આવ્યો હતો  અને આભાર વિધિ શ્રી જાનકીબેન પુરોહીત દ્વારા કરવામાં આવી હતી. 














































No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .